HeavyRain Forecast: ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી છૂટોછવાયો વરસાદ વરસી રહ્યો છે. પરંતુ હવામાન વિભાગના જણાવ્યું અનુસાર રાજ્યમાં હજુ ખરો વરસાદ બાકી છે. જેને લઇને હવામાન વિભાગે આગાહી કરી છે. રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની(HeavyRain Forecast) આગાહી કરવામાં આવી છે.ખાસ કરીને દક્ષિણ ગુજરાતનાં અનેક જીલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે દક્ષિણ ગુજરાતનાં વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં અતિભારે વરસાદ વરસી શકે છે. આ સાથે જ પાટણ, મહેસાણા, સુરત, તાપી અને ડાંગમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
જાણો હવામાન વિભાગે ક્યાં ક્યાં જીલ્લામાં એલર્ટ આપ્યું છે
વરસાદને લઈને હવામાન વિભાગે અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી અને મહીસાગરમાં સામાન્ય વરસાદની આગાહી કરી છે. તો બીજી તરફ ભરૂચ અને નર્મદામાં સામાન્ય વરસાદની આગાહીને લઈ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
માછીમારોને દરિયો ન ખેડવાની ચેતવણી આપી
રાજ્યમાં હવામાન વિભાગે જાહેર કરેલી આગાહી અનુસાર આજથી 2 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. તમને જણાવી દઇએ કે રાજ્યમં હજુ સુધી સીઝનનો સરેરાશ 66.35 ટકા વરસાદ વરસ્યો છે.
સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી
હવામાન વિભાગે 5 ઓગસ્ટનાં રોજ દક્ષિણ ગુજરાતનાં સુરત, નવસારી, વલસાડ, ડાંગ, તાપીમાં ભારે વરસાદની આગાહી કરી છે. આ સાથે જ રાજ્યમાં બે દિવસ સુધી ગાજવીજ સાથે વરસાદ પડવાની સંભાવના રહેલી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં અતિ ભારે વરસાદની આગાહી મુજબ એલર્ટ અપાયું છે. તેમજ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા અને તાપીમાં અતિભારે વરસાદની શક્યતા છે.
આ જીલ્લામાં અપાયું રેડ એલર્ટ
રાજ્યના હવામાન વિભાગના ડાયરેક્ટર એ. કે દાસે વરસાદની આગાહી કરતા જણાવ્યું કે આજે કેટલાક જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદની આગાહીની સાથે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. બનાસકાંઠા, સાબરકાંઠા, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં અત્યંત ભારે વરસાદની આગાહીની સાથે સાથે રેડ અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સિવાય પાટણ, મહેસાણા, સુરત, તાપી અને, ડાંગમાં વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. તો બીજી તરફ બાકીના જિલ્લાઓમાં ભારે વરસાદ સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App