રામ મંદિર ટ્રસ્ટમાં ભાજપનો એક પણ સભ્ય નહીં, સરકાર નહિ આપે રૂપિયા: અમિત શાહ

ગૃહમંત્રી અમિત શાહે થોડા સમય જ અગાઉ અયોધ્યામાં ટૂંક સમયમાં અતિભવ્ય રામ મંદિરનું નિર્માણ થશે તેમ જણાવ્યું હતું. અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે સુપ્રીમ કોર્ટની લીલીઝંડી મળ્યા બાદ મંદિરના ટ્રસ્ટમાં રાજકારણ સાથે સંકળાયેલા દિગ્ગજોને સ્થાન મળી શકે છે તેવી અટકળો થઈ રહી હતી. કેટલાક માધ્યમોમાં એવા અહેવાલ પણ હતા કે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને રામ મંદિર ટ્રસ્ટમાં મહત્વની જવાબદારી સોંપવામાં આવી શકે છે. જો કે અમિત શાહે તમામ અટકળો મુદ્દે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, રામ મંદિર નિર્માણ માટેના ટ્રસ્ટમાં ભાજપનો કોઈ જ સભ્ય નહીં હોય.

શાહે એક ટીવી ચેનલને આપેલા ઈન્ટરવ્યૂમાં જણાવ્યું કે, ‘હું બે બાબતો સ્પષ્ટ કરવા માંગુ છું. એક તો એ કે ભાજપનો કોઈ જ સભ્ય રામ મંદિર નિર્માણ માટેના ટ્રસ્ટમાં નહીં હોય અને બીજું એ છે કે રામ મંદિરના બાંધકામમાં સરકાર કોઈ ખર્ચ કરશે નહીં.’

વિશ્વ હિન્દુ પરિષદ વિશાળ મંદિર નિર્માણ માટે લોક ભંડોળ દ્વારા 100 કરોડ એકત્ર કરશે

મંદિર નિર્માણના પ્રોજેક્ટને સંભાળી રહેલા લોકો તેને પૂર્ણ કરવાનો સમયગાળો નક્કી કરશે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રે મંદિર નિર્માણ માટેની જરૂરી પ્રક્રિયા 90 દિવસમાં પૂર્ણ કરવા જણાવ્યું છે અને અમે એ મુજબ કરીશું, તેમ શાહે જણાવ્યું હતું. રામ મંદિર નિર્માણ માટે થનાર ખર્ચને લઈને વિશ્વ હિન્દુ પરિષદના ટોચના હોદ્દેદારોએ જણાવ્યું કે, વીએચપી લોક ભંડોળ દ્વારા રૂ. 100 કરોડ સંકલિત કરશે.

સુપ્રીમ કોર્ટે 9 નવેમ્બરના ઐતિહાસિક ચુકાદો આપતા અયોધ્યામાં રામ મંદિર નિર્માણને લીલી ઝંડીઆપી હતી. સુપ્રીમ કોર્ટના પાંચ જજોની બંધારણીય બેન્ચે રામ લલ્લા વિરાજમાનને અયોધ્યાની જમીન સોંપવા આદેશ આપ્યો હતો જ્યારે મસ્જિદ નિર્માણ માટે અલગ સ્થળે પાંચ એકર જમીન ફાળવવા કેન્દ્રને જણાવ્યું હતું.

વીએચપીના ટોચના નેતાએ નામ નહીં આપવાની શરત કહ્યું કે, એક વખત ટ્રસ્ટના સભ્યોની જાહેરાત થઈ જશે ત્યારબાદ ભંડોળ એકત્ર કરવા માટેની કવાયત શરૂ કરાશે અને તેને લગતી જાહેરાત કરવામાં આવશે. ટ્રસ્ટના હોદ્દેદારો તરફથી ફંડ મેળવવા માટેની આહ્વાન કરવામાં આવશે. એક અંદાજ મુજબ ફેબ્રુઆરી 2020માં પ્રયાગરાજમાં માઘ મેળા દરમિયાન સંત સંમેલનમાં ફંડોળ એકત્ર કરવાની હાકલ કરવામાં આવી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *