બાંગ્લાદેશમાં પ્રદર્શનકારીઓએ PM આવાસના કર્યા એવા હાલ કે…વિડીયો જોઇને તમે દંગ રહી જશો

Bangladesh Protest: બાંગ્લાદેશના પીએમ શેખ હસીનાએ પદ પરથી રાજીનામું આપી દેશ છોડી દીધો છે. હસીનાએ રાજધાની ઢાકા છોડ્યાના સમાચાર સાથે જ તેમના રાજીનામાની માંગણી કરતા લોકો પીએમ હાઉસમાં ઘુસી ગયા હતા. બાંગ્લાદેશના પીએમના(Bangladesh Protest) નિવાસ સ્થાન ગોનો ભવનના દરવાજા ખોલીને લોકો અંદર પ્રવેશ્યા અને અહીંની વસ્તુઓ લઈને પોતાની સાથે લઇ ગયા. એક અહેવાલ મુજબ વિરોધીઓએ ગોનો ભવનના દરવાજા ખોલ્યા અને લોકો વડા પ્રધાનના નિવાસસ્થાનના પરિસરમાં પ્રવેશ્યા. આ પહેલા હસીના તેની બહેન સાથે અહીંથી નીકળી હતી.

પીએમ આવાસના હાલ થયા ખરાબ
ઢાકામાં પીએમ હાઉસનો દરવાજો ખોલીને અંદર પ્રવેશતા લોકોનો એક વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં હજારો લોકો પીએમ હાઉસમાં નિર્ભયપણે એકઠા થતા જોઈ શકાય છે. ત્યાં કોઈ સુરક્ષાકર્મી કે પોલીસ કર્મચારીઓ દેખાતા નથી. આનાથી સ્પષ્ટ થાય છે કે સેનાએ દેખાવકારોને મુક્ત લગામ આપી દીધી છે.

લોકો પીએમ હાઉસમાંથી ઘણી વસ્તુઓ પણ લઈ જઈ રહ્યા છે. જે ફૂટેજ સામે આવ્યા છે તેમાં વિરોધકર્તાઓ રાજધાની ઢાકામાં વડાપ્રધાનના સત્તાવાર નિવાસસ્થાનમાંથી ખુરશીઓ અને સોફા જેવી વસ્તુઓ લઈ જતા જોવા મળ્યા હતા. બાંગ્લાદેશ બનાવનાર શેખ મુજીબની પ્રતિમાની પણ ઢાકામાં તોડફોડ કરવામાં આવી છે.

વિરોધ પ્રદર્શનમાં 300 લોકોએ જીવ ગુમાવ્યા
છેલ્લા કેટલાક દિવસોમાં બાંગ્લાદેશમાં રાજકીય ગતિવિધિઓ ઝડપથી બદલાઈ છે. બાંગ્લાદેશમાં છેલ્લા કેટલાક દિવસોમાં વિરોધ પ્રદર્શનમાં 300 લોકોએ જીવ ગુમાવ્યા છે. રવિવારે હસીનાના રાજીનામાની માંગને લઈને થયેલી હિંસામાં થોડા જ કલાકોમાં 100 લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ પછી પ્રદર્શનકારીઓએ રાજધાની ઢાકા પર સંપૂર્ણ કબજો કરી લીધો. આ પછી હસીનાને દેશ છોડવાની ફરજ પડી હતી.

સમાન લઇ જતા વિડીયો થયા વાયરલ
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયો અને તસવીરોમાં તમે પ્રદર્શનકારીઓ પીએમના આવાસમાંથી સામાન લઈ જતા જોઈ શકો છો. સાથે જ દેખાવકારોએ શેખ હસીનાના રૂમમાંથી તેમની સાડી પણ લૂંટી લીધી હતી. ઢાકામાં વડા પ્રધાનના સત્તાવાર નિવાસસ્થાન ગણો ભવનમાં લૂંટફાટ દરમિયાન મળેલી વસ્તુઓ વિરોધીઓ લઈ ગયા હતા.વિરોધીઓ પીએમ આવાસમાંથી કોમ્પ્યુટર, મોટા બોક્સ, બતક, ચાના કપ, વાસણો, કાર્પેટ, ફર્નિચર અને પેઇન્ટિંગ્સ પણ લઈ જતા જોવા મળ્યા હતા.