રાજકોટ-અમદાવાદ હાઈવે પર ટ્રકે બાઇકને અડફેટે લેતાં દંપતી બન્યાં કાળનો કોળ્યો; જાણો સમગ્ર ઘટના

Rajkot-Ahmedabad Highway Accident: રાજકોટ શહેરથી ગ્રીનલેન્ડ ચોકડી પાસે જુના કુવાડવા રોડ પોલીસ મથક નજીક આજે બપોરે ટ્રકે બાઇકને હડફેટે લેતા તેની ઉપર સવાર દંપતીનું સ્થળ પર જ કમકમાટીભર્યુ મોત નિપજતાં તેમના પરિવારનાં સભ્યો આઘાતથી(Rajkot-Ahmedabad Highway Accident) ચોકી ગયા હતા. બી-ડીવીઝન પોલીસે સ્થળ પરથી જ ટ્રક ચાલકની અટકાયત કરી તપાસ જારી રાખી છે.

પતિ પત્ની બાઈક પરથી ફંગોળાયા
પોલીસ પાસેથી પ્રાપ્ત વિગત મુજબ, કોઠારીયા રોડ પરના આહિર ચોક પાસેના શ્રધ્ધા પાર્ક-3, શેરી નં.5માં રહેતા લાલજીભાઇ ભગવાનજીભાઇ રૈયાણી (ઉ.વ. 51) ઘર નજીકનાં શ્યામ હોલ પાસે કૈલાશ સિલેકશન નામની દુકાન ધરાવતા હતા. પત્ની ભાવનાબેન (ઉ.વ. આશરે 50) સાથે સંભવતઃ પોતાના વતન રાજકોટ નજીકના ગુંદા ગામેેથી પરત આવતા હતા ત્યારે આ ગોઝારો અકસ્માત નડયો હતો. જૂના કુવાડવા રોડ પોલીસ મથક નજીક આજે બપોરે લાલજીભાઇનાં બાઇકને ત્યાંથી પસાર થયેલા ટ્રકે હડફેટે લેતા લાલજીભાઇ અને તેના પત્ની બાઇક પરથી ફંગોળાયા હતા. જ્યારે બાઇક ટ્રકના વ્હીલના નીચે ઘુસી ગયું હતું.

પત્નીનું ઘટનાસ્થળ પર મોત
બાઇક પરથી પટકાયેલા લાલજીભાઇને ડાબા પડખાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી જ્યારે તેના પત્ની ભાવનાબેનનું પેટ જ ફાટી ગયું હતું અને તેમાંથી માંસના લોચા બહાર નીકળી ગયા હતા. બંનેના સ્થળ પર જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતાં. ત્યાંથી પસાર થયેલા એક પરિચિતને જાણ થતાં તેણે લાલજીભાઇના પરિવારને જાણ કરતાં તેઓ સ્થળ પર દોડી આવ્યા હતા.

પરિવાર શોકમાં ગરકાવ
વેપારી અને તેના પત્નીનું મોત નીપજતા તેના પરિવારમાં શોક છવાયો છે. બનાવને પગલે બી ડિવિઝન પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ કરતા કોઠારિયા રોડ પર કપડાનો શો-રૂમ ચલાવતા વેપારી તેના પત્ની સાથે ગુંદા ગામે માતાજીના દર્શન કરી ઘેર આવતા હતા ત્યારે અકસ્માતની ઘટના બની હતી. પોલીસે ચાલકની ધરપકડ કરવાની કાર્યવાહી કરી હતી.

કન્ટેનર ચાલક સામે ગુનો નોંધ્યો
લીસે તેના પરિવારને જાણ કરી તેની પૂછતાછ કરતા મૃતક લાલજીભાઇ કોઠારિયા રોડ પર કૈલાસ સિલેકશન નામનો કપડાનો શો-રૂમ ચલાવતા હતા અને તેને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી હોવાનું અને ગઈકાલે શ્રાવણ માસનો પ્રથમ દિવસ હોય તેના વતન ગુંદા ગામે માતાજીના દર્શન કરી પરત ઘેર આવતા હતા ને આ બનાવ બન્યો હોવાનું બહાર આવતા પોલીસે કન્ટેનર ચાલક સામે ગુનો નોંધવાની અને તેની ધરપકડ કરવાની કાર્યવાહી કરી હતી.