ભાજપમાં સૌથી મોટો ડખો: આ રાજ્યમાં મુખ્યમંત્રી વિરુદ્ધ 200 ધારાસભ્યોનાં ધરણા

ઉત્તરપ્રદેશમાં ભારતીય જનતા પાર્ટીના જ ધારાસભ્યો મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો બમણો વિરોધ કરી રહ્યાં છે. હાલમાં જ ઉત્તરપ્રદેશની ભાજપ સરકાર ભ્રષ્ટાચાર અને સુરક્ષાના મુદ્દે વિધાનસભામાં સરકારની…

ઉત્તરપ્રદેશમાં ભારતીય જનતા પાર્ટીના જ ધારાસભ્યો મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો બમણો વિરોધ કરી રહ્યાં છે. હાલમાં જ ઉત્તરપ્રદેશની ભાજપ સરકાર ભ્રષ્ટાચાર અને સુરક્ષાના મુદ્દે વિધાનસભામાં સરકારની ઉપલબ્ધિઓ ગણાવી રહ્યાં હતા, તો બીજી બાજુ ભાજપના જ ધારાસભ્ય નંદ કિશોર ગુર્જર પોતાની સરકારને સવાલ કરી રહ્યાં હતા કે કેમ તેને પોલીસ અને પ્રશાસન દ્વારા હેરાન કરવામાં આવે છે.

નંદકિશોર ગુર્જર ગાઝિયાબાદના લોની વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય છે. નંદ કિશોર વિધાનસભામાંપોતાનો અવાજ ન ઉઠાવી શક્યા તે બાદ તેઓ ગૃહમાં જ ધરણાં પર બેસી ગયા હતા. ત્યારે તેમના સમર્થનમાં ભાજપના લગભગ 200 જેટલા ધારાસભ્યો પણ ધરણાં પર બેસી ગયા હતા. આ ઘટના એક રીતે ગંભીર ઘટના માનવામાં આવે છે. આ કારણે ભાજપના જ ધારાસભ્ય ભાજપ પાર્ટીની સરકાર વિરૂદ્ધ ધરણાં પર બેસી ગયા હતા.

આખરે સમગ્ર ઘટના શું છે ? જાણો અહીં

ખાસ વાત એ છે કે શા માટે ધારાસભ્યો નંદર કિશોર ગૂર્જરની વાતને ટેકો આપી રહ્યા છે. જેના કારણે યોગી સરકાર માટે ખતરા સમાન વાત પેદા થયું છે. સત્તાપક્ષના એક ધારાસભ્યએ પોતાની સરકારની જ વ્યવસ્થા પર સવાલ ઉભો કરી દીધો છે. નંદ કિશોર ગૂર્જરને તકલીફ એ છે કે, તેઓ ગાઝીયાબાદના લોની વિસ્તારના ધારાસભ્ય છે જ્યાંના ફૂડ ઈન્સપેક્ટરે ખોટી રીતે મટન વેચવાનું લાઈસન્સ આપ્યું હતું.

તેમણે આ કારણો સર અવાજ ઉઠાવ્યો. આરોપ એ લાગ્યો કે ધારાસભ્યએ ફૂડ ઈન્સપેક્ટર સાથે મારપીટ કરી હતી. તેના કારણે ધારાસભ્યો અને તેમના સમર્થકો પર કેસ દાખલ થયો છે. ધારાસભ્યનું કહેવું છે કે તેમની વાતને ટાળી પ્રશાસને તેમને જ નિશાના પર લીધેલા છે. નંદ કિશોર દ્રારા એ પણ કહેવામાં આવ્યું છે કે, વિધાનસભામાં તેમણે પોતાની વાત રાખવાની કોશિષ કરી પણ તેમને બોલાવા દેવામાં આવ્યો નહોતો.

જાણો વીપક્ષ શું કહી રહ્યા છે ?

કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ અજય કુમાર લલ્લુના જણાવ્યા મુજબ, સરકારની અંદર ખેંચતાણ થઈ રહી હોવાનું આ પરિણામ છે. ભ્રષ્ટાચાર અને મહિલાઓ સહિતના મુદ્દાઓ પર સરકાર સદંતર નિષ્ફળ નિવડી છે. પરિણામે તેમના નેતાઓ જ હવે અવાજ ઉઠાવી રહ્યાં છે. અજય કુમારે પરિસ્થિતિને જોતા યોગી આદિત્યનાથના રાજીનામાની પણ માગણી કરી હતી. આ અંગે રામ ગોવિંદ ચૌધરીએ કહ્યું કે, 200 ધારાસભ્યો એક સાથે જ્યારે મુખ્યમંત્રીની વિરૂદ્ધમાં બેસે ત્યારે એ વાત સ્પષ્ટ છે કે આ બળવાના સૂર છે.

સીધી વાત છે કે યોગી આદિત્યનાથને હવે કોઈ મુખ્યમંત્રીની ખુરશી પર જોવા નથી માગતા ઘણા ધારાસભ્યો ધરણા પર બેસી ગયા છે. તેનો અર્થ એ છે કે, હવે સરકાર લઘુમતીમાં આવી ચૂકી છે. રામ ગોવિંદે વધુમાં કહ્યું કે, આ સમગ્ર ઘટના યોગી આદિત્યનાથ વિરૂદ્ધ એક ડગલું આગળ જવા તરફ છે. જેની અસર આવનારા સમયમાં જોવા મળશે.

ધરણા પર બેસાડ્યા કોણે ?

સૌથી મોટો સવાલ એ થઈ રહ્યો છે કે આટલી મોટી પ્લાનિંગ સાથે ધરણા પર બેસવાનો માસ્ટર પ્લાન છે કોનો હતો ? શું સરકારની અંદર જ એવી કોઈ વ્યક્તિ છે જે યોગી આદિત્યનાથને સત્તાના સિંહાસન પર જોવા નથી માગતી ? શું યોગી આદિત્યનાથ અને કેન્દ્રના કોઈ કદાવર નેતા વચ્ચેના તણાવની તો અસર નથી ? મોટાભાગના નેતાઓ સરકાર તેમની વાત સાંભળી રહી ન હોવાની વાત કહી રહ્યાં છે. તો શું આ નારાજગી હવે તખ્તાપલટના રસ્તે જઈ રહી છે ? આ તમામ સમીકરણો વચ્ચે યોગી આદિત્યનાથે તમામ નારાજ ધારાસભ્યોને મળવા માટે બોલાવ્યા છે. મળનારા ધારાસભ્યોમાં બીજેપીના ધારાસભ્ય હર્ષ વાજપેયી પણ છે.

હર્ષ વાજપેયીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવે છે કે, નંદ કિશોર ગુર્જરનું સમર્થન કરી રહ્યાં છીએ. આ બળવો નથી. ઓછામાં ઓછી સરકારમાં અમને લોકતાંત્રિક રીતે પોતાની વાત મુકવાનો અવસર મળવો જોઈએ. પણ જ્યારે આટલા બધા ધારાસભ્યો ભેગા શા માટે થયા ? તેનો જવાબ તેમણે આપવાનું ટાળ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *