લાલ કિલ્લા પરથી સ્વતંત્રતા દિવસની ઉત્સાહભેર ઉજવણી; આ 5 મોટી બાબતો પર PM મોદીએ આપ્યું સંબોધન

Independence Day 2024: આજે દેશમાં 78માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી લાલ કિલ્લાની પ્રાચીર પરથી દેશને સતત 11મી વખત સંબોધન કરશે. બીજી તરફ સ્વતંત્રતા પર્વની ઉજવણીને લઈને રાજધાની દિલ્હીના ખૂણે-ખૂણે કડક સુરક્ષા વ્યવસ્થા(Independence Day 2024) કરવામાં આવી છે. રોડથી નદી અને આકાશ સુધી પોલીસ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. NSG, SPG, અર્ધલશ્કરી દળો અને દિલ્હી પોલીસના 35,000થી વધુ જવાનોને લાલ કિલ્લા અને સમગ્ર દિલ્હીની સુરક્ષા સોંપવામાં આવી છે.

સતત 11મી વખત લાલ કિલ્લાની પ્રાચીરથી દેશને વડાપ્રધાન મોદીનું સંબોધન
સ્વતંત્રતા દિવસના અવસર પર લાલ કિલ્લાની પ્રાચી પરથી પોતાના સંબોધન દરમિયાન, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશ સાથે સંબંધિત વિવિધ મુદ્દાઓ પર બોલ્યા પછી, બાંગ્લાદેશમાં ચાલી રહેલી હિંસા અને હિંદુઓ પરના હુમલાઓ વિશે પણ વાત કરી. પીએમ મોદીએ કહ્યું, “બાંગ્લાદેશમાં હિન્દુઓની સુરક્ષા સુનિશ્ચિત થવી જોઈએ. ભારત ઇચ્છે છે કે પડોશી દેશોમાં શાંતિ રહે. બાંગ્લાદેશમાં જે થયું તે ખૂબ જ ચિંતાજનક છે.” તેમણે આશા વ્યક્ત કરી કે બાંગ્લાદેશમાં સ્થિતિ ટૂંક સમયમાં સામાન્ય થઈ જશે અને ત્યાંના હિંદુ અને અન્ય લઘુમતી સમુદાયોની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવશે.

અમે બેન્કિંગ સેક્ટરમાં ઘણા સુધારા કર્યા, ત્યારે અર્થતંત્રની મજબૂતાઈ પણ વધે છેઃ પીએમ મોદી
દેશજોગ સંબોધનમાં પીએમ મોદીએ ઉલ્લેખ કર્યો કે,બેન્કિંગ સેક્ટરમાં જે સુધારા થયા છે જરા કલ્પના કરો કે અગાઉ બેન્કિંગ સેક્ટરની શું હાલત હતી, ત્યાં કોઈ વિકાસ નથી થયો, કોઈ વિસ્તરણ નથી, વિશ્વાસમાં કોઈ વધારો નથી… અમે બેન્કિંગ સેક્ટરમાં ઘણા સુધારા કર્યા. આજે આપણી બેંકોએ વિશ્વની સૌથી મજબૂત બેંકોમાં પોતાનું સ્થાન સુરક્ષિત કરી લીધું છે. જ્યારે બેંકિંગ મજબૂત બને છે ત્યારે અર્થતંત્રની મજબૂતાઈ પણ વધે છે

દેશમાં સેક્યુલર સિવિલ કૉડ જરૂરી : પીએમ મોદી
સમાન નાગરિક સંહિતા વિશે બોલતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે દેશમાં એક સેક્યુલર સિવિલ કૉડ જરૂરી છે. આપણા દેશમાં સુપ્રીમ કોર્ટે વારંવાર યુનિફોર્મ સિવિલ કૉડ અંગે ચર્ચા કરી છે. આપણો દેશનો એક વર્ગ માને છે અને તેમાં સત્ય પણ છે કે જે સિવિલ કૉડને લઈને આપણે જીવી રહ્યા છીએ તે ખરેખર એક રીતે કમ્યુનલ સિવિલ કૉડ છે. ભેદભાવ કરતો સિવિલ કૉડ છે. એટલા માટે હવે દેશમાં એક સેક્યુલર સિવિલ કૉડ હોવો જરૂરી છે.

જે લોકો રાક્ષસ જેવા કૃત્ય કરે છે તેમને સજા થવી જોઈએ: પીએમ મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોલકાતામાં મહિલા ડોક્ટર દુષ્કર્મ અને હત્યા કેસમાં કડક કાર્યવાહીની માંગ કરી હતી. તેમણે કહ્યું કે, ‘મહિલાઓ વિરુદ્ધ રાક્ષસી કૃત્ય કરનારાઓને વહેલી તકે સજા મળવી જોઈએ.’ જોકે, તેમણે તેમના ભાષણમાં ક્યાંય પણ આ ઘટનાનો ઉલ્લેખ કર્યો નથી.

જ્યારે સૈન્ય સર્જિકલ સ્ટ્રાઈક કરે છે ત્યારે ગર્વ થાય છેઃ PM મોદી
લાલ કિલ્લા પરથી રાષ્ટ્રને સંબોધિત કરતા પીએમ મોદીએ કહ્યું કે, ‘આપણા દેશમાં કરોડો લોકોને કોવિડ રસીકરણનું કામ વિશ્વમાં સૌથી ઝડપી ગતિએ થયું. ક્યારેક આતંકવાદીઓ આપણા દેશમાં આવતા હતા અને આપણને મારીને જતા રહેતા હતા. હવે જ્યારે દેશની સેના સર્જિકલ સ્ટ્રાઈક કરે છે, જ્યારે દેશની સેના એર સ્ટ્રાઈક કરે છે ત્યારે દેશના યુવાનોની છાતી ગર્વથી ફૂલી જાય છે.

આઝાદીના લડવૈયાઓને દેશ નમન કરે છે : પીએમ મોદી
પીએમ મોદીએ તેમના સંબોધન દરમિયાન કહ્યું કે આજે શુભ ઘડી છે જ્યારે આપણે દેશની આઝાદી માટે બલિદાન આપનારા આઝાદીના લડવૈયાઓને નમન કરી રહ્યા છીએ. આ દેશ તેમનો આભારી છે. એવા દરેક દેશવાસી પ્રત્યે આપણે આપણો શ્રદ્ધાભાવ વ્યક્ત કરીએ છીએ. દેશને પ્રેરિત કરતાં પીએમ મોદીએ કહ્યું કે જ્યારે આપણે 40 કરોડ હતા ત્યારે મહાસત્તાને હરાવ્યો હતો, આજે તો આપણે 140 કરોડ થઇ ગયા છીએ.