સાળંગપુરધામ દેશભક્તિના રંગે રંગાયું: હનુમાનજી દાદાને 78માં સ્વાતંત્ર્ય દિન નિમિતે તિરંગાનો કરવામાં આવ્યો વિશેષ શણગાર

Salangpurdham: સાળંગપુર યાત્રાધામમાં 15મી ઓગસ્ટની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં દાદાને દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. જેમાં -આજે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી પ્રેરણા અને કોઠારી વિવેકસાગર સ્વામિના માર્ગદર્શનથી શ્રાવણ માસ અંતર્ગત તારીખ 15-08-2024ને ગુરવારના(Salangpurdham) રોજ શ્રીકષ્ટભંજનદેવ દાદાને ત્રિરંગાથી થીમવાળા વાઘા અને સિંહાસને લાલ કિલ્લાની પ્રતિકૃતિનો શણગાર કરાયો છે.

દાદાના સિંહાસને લાલ કિલ્લાની પ્રતિકૃતિનો શણગાર કરાયો
સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પણ શ્રાવણ મહિનાની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં ભગવાન માટે ભવ્ય હિંડોળો પણ તૈયાર કરવામાં આવ્યો છે. સાથે જ આજે 15મીઓગષ્ટ નિમિતે દાદાને દિવ્ય શણગાર કરવામાં આવ્યો છે. આ શણગારમાં શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી પ્રેરણા અને કોઠારી વિવેકસાગર સ્વામિના માર્ગદર્શનથી શ્રાવણ માસ અંતર્ગત તારીખ 15-08-2024ને ગુરવારના રોજ શ્રીકષ્ટભંજનદેવ દાદાને ત્રિરંગાથી થીમવાળા વાઘા અને સિંહાસને લાલ કિલ્લાની પ્રતિકૃતિનો શણગાર કરાયો છે. જેના દર્શન કરીને ભક્તોએ દિવ્યતા અનુભવી હતી.

શ્રીહનુમાન ચાલીસા પાઠ અનુષ્ઠાનનુ આયોજન કરવામાં આવ્યું
આજે સવારે 05:45 કલાકે શણગાર આરતી શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી- અથાણાવાળા દ્વારા કરવામાં આવી હતી. શ્રાવણ માસ દરમિયાન શ્રીહનુમાન ચાલીસા પાઠ અનુષ્ઠાનનુ આયોજન કરવામાં આવ્યું છે. હજારો ભક્તોએ પ્રત્યક્ષ તેમજ ઓનલાઈન આ અનેરા દર્શનનો તેમજ મહાપ્રસાદનો લાભ લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો.

મંદિર અને પરિસરમાં 100થી વધુ ત્રિરંગા લહેરાવામાં આવ્યા
આજે કરાયેલાં શણગાર અંગે પૂજારી સ્વામીએ જણાવ્યું કે, આજે સમગ્ર દેશમાં આઝાદીના પર્વની ઉજવણી થઈ રહી છે. ત્યારે સાળંગપુરમાં શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે પણ 15 ઓગસ્ટની વિશેષ ઉજવણી કરવામાં આવી રહી છે.

આજે દાદાને ત્રિરંગાની થીમવાળા વિશેષ વાઘા અને સિંહાસને લાલ કિલ્લાની પ્રતિકૃતિ અને ગુલાબ અને ગલગોટાના ફુલનો શણગાર કરાયો છે. આ સાથે મંદિર અને પરિસરમાં 100થી વધુ ત્રિરંગા લહેરાવામાં આવ્યા છે. દાદાના વિશેષ વાઘા રાજકોટમાં 7 દિવસની મહેનતે બન્યા છે અને લાલ કિલ્લાની પ્રતિકૃતિ બનાવતા 7 દિવસનો સમય લાગ્યો હતો અને અહીં શણગાર કરતાં 6 સંતો, પાર્ષદ અને ભક્તોને 3 કલાકનો સમય લાગ્યો હતો.