કળયુગમાં પણ ગુજરાતમાં અહિયાં આવેલાં છે શનિદેવ, દૂર-દૂરથી લોકો આવે છે દર્શનાર્થે, જાણો તેના ચમત્કારો

Temple of Lord Shani: શનિની સાડાસાતી વિશે અનેક વાતો પ્રચલિત છે. શનિ જ્યારે કોઈ વ્યક્તિના ગ્રહોમાં ગોચર ગતિ કરે, ત્યારે વ્યક્તિના ગ્રહોમાં પનોતી(Temple of Lord Shani) બેસે છે. આ પનોતીને દૂર કરવા શનિદેવને રીઝવવામાં આવે છે. સમગ્ર દેશમાં શનિદેવના અનેક મંદિર આવેલા છે, આ પૈકી અડાલજમાં ત્રિમંદિરથી ગાંધીનગર આવતા માર્ગ ઉપર આવેલું શનિદેવનું મંદિર ઘણું પ્રખ્યાત છે.

દર શનિવારે લોકોની ઊમટે છે ભીડ
અડાલજના વાવથી આ મંદિર 2.8 કિલોમીટરના અંતરે આવેલું છે. દર શનિવારે અહીં ભક્તોની ભીડ જામે છે. આ મંદિર હાલ આસ્થાનું પ્રતિક બન્યું છે. અહીં ખરા મનથી કોઈ પ્રાર્થના કરી હોય, તો ચોક્કસથી એ પ્રાર્થના ફળીભૂત થાય છે. લોકો સાડાસાતીને દૂર કરવા તેમજ શનિદેવને રીઝવવા આવે છે.

અડાલજ ખાતે આવેલું આ શનિદેવનું મંદિર ખૂબ જ સુંદર અને રમણીય છે. આ સિવાય આ મંદિરની બાજુમાં એક બગીચો પણ આવેલા છે, આ બગીચાની દિવાલો પર શનિદેવ તથા અન્ય દેવી દેવતાઓના ચિત્રો આવેલા છે. લોકો અહીંથી નજીક આવેલા ત્રિ-મંદિરની પણ મુલાકાત કરતા હોય છે.

શનિદેવ વિશેની દંતકથા
પુરાણોમાં શનિદેવના વિશે અનેક પૌરાણિક કથાઓ છે, વૈશાખ સુદ અમાસના દિવસે શનિદેવનો જન્મ થયો હતો. શનિદેવના પિતા સૂર્યદેવ અત્યંત તેજસ્વી અને માતા છાયા અતિ સુંદર હતા. પરંતુ, શનિદેવનું રૂપ શ્યામવર્ણ હોવાથી સૂર્યદેવ પત્નિ છાયા ઉપર ક્રોધિત રહેતા હતા. સૂર્યદેવ અને શનિદેવ વચ્ચે અણબનાવ બનતા, શનિદેવ તેમના પિતા સૂર્યદેવથી દૂર થઈ દેવાધિ દેવ મહાદેવની ભક્તિમાં લીન થઈ ગયા હતા. શનિદેવે ભોળાનાથને પ્રસન્ન કરીને વરદાન પ્રાપ્ત કર્યું હતું. આજે અનેક મંદિરોમાં તેમની પૂજા થાય છે

શનિદેવની સાથે હનુમાન દાદાની પણ સ્થાપના
ત્યાં જે લોકો મંદિરમાં દર્શન કરવા માટે આવે છે. તેમનું કહેવું છે કે, અહિંયા જ્યારથી આ મંદિરની સ્થાપના કરી છે. ત્યારથી દરેક મનોકામના પૂરી થઇ છે. મહત્વનું છે કે,શનિ મહારાજ ન્યાયના દેવતા છે. એટલે લોકો તેમની શ્રદ્ધાથી પૂજા કરે છે. તેમની ઇચ્છા પૂર્ણ થાય છે. અહીં શનિ જ્યંતિના દિવસે લાખોની સંખ્યામાં ભક્તો દૂર-દૂરથી દર્શન કરવા માટે તેલ ચઢાવા આવે છે. મહત્વનું છે કે, આ મંદિરમાં શનિદેવની સાથે હનુમાન દાદાની સ્થાપના પણ કરવામાં આવી છે. જેથી લોકો શનિદેવની સાથે હનુમાન દાદાની પૂજા કરી તેલ ચઢાવે છે.