મોદી અને શાહ આટઆટલા હોબાળા-આંદોલનો હોવા છતાં પણ પુરા કરશે તેના આ કામો, જાણો અંહી

ભારતીય જનતા પાર્ટીના મેનિફેસ્ટોમાં જે મહત્વની બાબતો હતી, એમાંથી ત્રણ – આર્ટિકલ-370, ત્રિપલ તલાક અને નાગરિકતા બિલના મુદ્દા પૂરા થયા. હવે ભારત સરકારની નજર એનઆરસી, એક દેશ એક ચૂંટણી અને સમાન નાગરિક ધારો લાવવાની દિશામાં રહેશે. આ બધા જ સંવેદનશીલ મુદ્દા દેશમાં ખુબ ચર્ચાસ્પદ રહેશે.

ભારતીય જનતા પાર્ટીનએ 2014 અને 2019ના ચૂંટણી ઘોષણાપત્રમાં જે મહત્વના વાયદા કર્યા હતા એમાંથી ત્રિપલ તલાક, આર્ટિકલ-370, નાગરિકતા સુધારણા બિલના વાયદા પૂરા થયા છે. નાગરિકતા સુધારણા બિલ મુદ્દે સમગ્ર દેશભરમાં હોબાળો થયો છે.

આર્ટિકલ-370ને લઈને કાશ્મીરમાં બધુ બરાબર હોવાનો દાવો ભારત સરકાર કરે છે. રામ મંદિર મહત્વનો મુદ્દો હતો જ, પરંતુ સુપ્રીમના ચુકાદા પછી રામ મંદિર બનાવવાનો માર્ગ પહેલાથી જ મોકળો થઈ ચૂક્યો છે. ત્યારે સરકારની નજર મેનિફેસ્ટોના આગામી મુદ્દાઓ ઉપર છે. યુનિફોર્મ સિવિલ કોડ ભાજપનો મહત્વનો ચૂંટણી વાયદો હતો. આ પેચિદો મુદ્દો હંમેશાથી ચર્ચાનો વિષય રહ્યો છે.

ભારત સરકારે આ દિશામાં કામ કરવાનો સંકેત ઘણી વાર આપ્યો છે. એવો જ બીજો મુદ્દો છે એનઆરસી એટલે કે નેશનલ રજિસ્ટ્રી ઓફ સિટિઝન્સ ઓફ ઈન્ડિયા. ગેરકાયદેસર ઘૂસણખોરોને તગેડી મૂકવાનો કાયદો લાવવા ભાજપે ઘોષણાપત્રમાં કહ્યું હતું.

નાણામંત્રી અમિત શાહે એનઆરસી મુદ્દે તાજેતરમાં નિવેદન આપીને ફરી એ કાયદો લાવવાનો સંકેત આપ્યો હતો. આ અંતર્ગત જે ભારતના નાગરિક નથી તેમને ફરજિયાત દેશ છોડીને જતાં રહેવું પડશે. આની અસર પશ્વિમ બંગાળ, આસામમાં સૌથી વધારે થાય એવી શક્યતા છે. તે સિવાય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક દેશ એક ચૂંટણીનું આહ્વાહન કર્યું હતું, તેનો પણ ભાજપે ચૂંટણીવાયદામાં સમાવેશ કર્યો હતો. ભારત સરકારની દલીલ છે કે તેનાથી ચૂંટણીખર્ચ ઘટી જશે. આ જોગવાઈ અંતર્ગત સરકાર લોકસભા, વિધાનસભા અને સૃથાનિક પ્રશાસનની ચૂંટણી એક સાથે કરવા ધારે છે.

તે ઉપરાંત સિવિલ સર્વિસની સિસ્ટમમાં સુધારણા કરવાની પણ સરકારની ઈચ્છા છે. સબરીમાલામાં મહિલાઓને પ્રવેશવા મુદ્દે જે પેંચ અટક્યો છે તે સુલજાવીને લોકોની આસ્થા જળવાઈ રહે તેવો પ્રયાસ કરાશે એવું પણ ભાજપે ચૂંટણીવચન આપ્યું હતું. કદાચ એ દિશામાં પણ સરકાર કોઈ એક્ટ લાવી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *