ડાઉનલોડ કરો અમારી એન્ડ્રોઇડ એપ અને જોડાયેલા રહો દરેક સમાચાર સાથે

કોરોના અને વાવાઝોડા વચ્ચે યોજાશે રાજ્યસભાની ચૂંટણી, ગુજરાતની આ 4 બેઠકો પર જામશે જંગ

કોરોના વાઈરસના કારણે ગુજરાત રાજ્યસભાની ચુંટણી મુલવતી રાખવામાં આવી હતી. હવે સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, રાજ્યસભાની ચુંટણી આગામી 19 જૂને યોજવામાં આવી રહી છે. 19 જૂને સવારે 9 થી 4 વાગ્યા સુધી લોકો પોતાનો અમુલ્ય મત આપીને મતદાન કરશે. એજ દિવસે સાંજે 5 વાગે મતગણતરી શરૂ કરાશે.

થોડા સમય પહેલા કૉંગ્રેસના નેતા ભરતસિંહે તો ડેપ્યૂટી સીએમ નીતિન પટેલને કૉંગ્રેસમાં જોડાવાની ઑફર પણ કરી હતી. આ મામલે નીતિન પટેલ બરાબરના ખિજાયા હતા અને તેમની મહેસાણી ભાષામાં તમામ કોંગ્રેસી નેતાઓને બરાબરનું સંભળાવ્યું હતું.

ગુજરાતમાં 4 બેઠકો માટે 5 ઉમેદવારો છે મેદાનમાં

ગુજરાતની 4 બેઠકો પર 5 સભ્યોએ ફોર્મ ભર્યા છે. જેમાં કોંગ્રેસ તરફથી ભરતસિંહ સોલંકી અને શક્તિસિંહ ગોહિલ ઉમેદવાર છે. બીજી બાજુ ભાજપ તરફથી નરહરી અમિન, અભય ભારદ્વાજ અને રમિલાબેન બારા ઉમેદવાર છે.

અમે કાલે પણ જીતવાના હતા અને આજે પણ જીતીશું: અભય ભારદ્વાજ

રાજ્યસભાની 18 બેઠકોની ચૂંટણીની નવી તારીખો જાહેર થઈ હતી જેમાં ગુજરાતની 4 બેઠકો પર ચૂંટણી યોજાશે. નવી તારીખો બાદ ભાજપ તરફથી ઉમેદવાર અભય ભારદ્વાજે પ્રતિક્રિયા આપી હતી કે, અમે કાલે પણ જીતવાના હતા અને આજે પણ જીતીશું. આ અંગે નરહરી અમીને કહ્યું કે કોંગ્રેસનું ઘર પહેલેથી ભાંગેલુ છે. કોંગ્રેસના જ મિત્રો જીતાડવામાં મદદ કરશે. BTP અને NCPના ધારાસભ્યો ભાજપને મત આપશે.

મહત્વનું છે કે, કોરોના વાયરસના કારણે રાજ્યસભાની ચૂંટણીને મુલતવી રાખવામાં આવી હતી. 10 રાજ્યોની 37 સીટો પર ઉમેદવાર બિનહરીફ થયા હતા. જ્યારે હવે 7 રાજ્યોની 18 બેઠકો પર મતદાન થશે. જેમાં ગુજરાત, આંધ્રપ્રદેશ, ઝારખંડ, રાજસ્થાનમાં રાજ્યસભાની ચુંટણી યોજાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

આ પોસ્ટ માટે તમારું મંતવ્ય અહી લખો: