મહેસાણાના બેચરાજી પાસે ટ્રેલર અને રિક્ષા વચ્ચે સર્જાયો ગંભીર અકસ્માત; બે માસના બાળક સહીત 4ના મોત

Mehsana Accident: મહેસાણા જિલ્લામાં અકસ્માતની ઘટના સામે આવી હતી. જેમાં એક બે માસના બાળકનું અકસ્માતમાં મોત નીપજ્યું છે. બેચરાજી નજીક આવેલા કાલરી ચડાસણા ગામ નજીક રીક્ષા અને ટ્રેલર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં ત્રણ લોકોને ઇજા(Mehsana Accident) અને એક બાળક નું મોત નીપજ્યું છે. અકસ્માત પગલે હાઇવે પર લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતાં.જોકે અકસ્માત કરનાર ટ્રેલર ચાલક ને સ્થાનિક લોકોએ ઘેરી લીધો હતો.

અકસ્માત સર્જાતા રીક્ષા રોડ પર પલ્ટી મારી ગઈ
બેચરાજી તાલુકામાં આવેલા રૂપપુરા ગામમાં રહેતા ઝાલા પરિવારના સભ્યો રિક્ષામાં બેસી બેચરાજી ખાતે કોઈ કામ અર્થે જવા નીકળ્યા હતા.આ દરમિયાન રીક્ષા કાલરી અને ચડાસણા ગામ નજીક પહોંચતા જ ત્યાં પસાર થઈ રહેલા GJ12BX7079 ના ચાલકે રિક્ષા GJ24U4289 ને ધડાકા ભેર ટકકર મારી હતી.અકસ્માત સર્જાતા રીક્ષા રોડ પર પલ્ટી મારી ગઈ હતી.તેમજ ટ્રેલર રોડની સાઈડમાં ઘસી ગયું હતું.

નાના બાળક સહિત ચાર લોકો રોડ પર ફંગોળાયા
સમગ્ર અકસ્માતની ઘટનામાં રિક્ષામાં સવાર એક નાના બાળક સહિત ચાર લોકો રોડ પર ફંગોળાયા હતા.જેના કારણે બેચરાજી હાઇવે લોહીલુહાણ બન્યો હતો.ચારે ઇજાગ્રસ્ત અલગ અલગ દિશામાં પડેલા હતા.ઘટનાની જાણ આસપાસના લોકોને થતા લોકો મદદે દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્તને અને નાના બે માસના બાળકને શોધી એક મહિલાએ પોતાની પાસે ખોળામાં ઉપાડી લીધું હતું.

બે મહિનાના માસુમ બાળકનું મોત
સ્થાનિક લોકોએ 108 એમ્બ્યુલન્સને જાણ કરતા તે પણ ઘટના સ્થળે દોડી આવી હતી.જ્યાં હાજર લોકોની મદદથી ઇજાગ્રસ્તને 108માં બેસાડી સારવાર માટે મહેસાણાની ખાનગી અને સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા જતા. જોકે અકસ્માત દરમિયાન બે માસના બાળકને માથામાં ઇજાઓ પહોંચતા તેનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. તેમજ બાકીના ત્રણ લોકો સહિત બાળકને સારવાર માટે લઈ જવાયા હતા