VIDEO: સુરતમાં હાર્પિક, ડેટોલ સહિતની બ્રાન્ડેડ કંપનીઓના લેબલ લગાવીને નકલી માલનું વેચાણ કરતી ફેક્ટરી ઝડપાઇ

Surat Fake factory: સુરતમાંથી વધુ એક નકલી ફેક્ટરી ઝડપાઈ છે. સરથાણા વિસ્તારમાંથી નકલી ફેક્ટરી ઝડપાઈ હતી. જ્યાં બ્રાન્ડેડ, ડેટોલ, હાર્પિક સહિતની બ્રાન્ડેડ ચીજવસ્તુઓનું ડુપ્લીકેશન કરવામાં આવતું હતું. સરથાણા પોલીસની ટીમે દરોડો પાડીને બ્રાન્ડેડ પ્રોડક્ટના ડુપ્લિકેટ(Surat Fake factory) જથ્થા સાથે મુદામાલ જપ્ત કર્યો છે અને એક વ્યક્તિની ધરપકડ કરી છે.

નકલી ફેક્ટરીમાં બ્રાન્ડેડ પ્રોડક્ટ બનતી
સુરતના સરથાણા વિસ્તારમાંથી નકલી ચીજવસ્તુઓનું ઉત્પાદન કરતી ફેક્ટરી અંગે કંપનીને માહિતી મળી હતી. જેને લઈને પોલીસને સાથે રાખીને દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં નકલી ચીજવસ્તુઓ બનાવવા વપરાતું રો-મટીરિયરલ તથા મોટા પ્રમાણમાં નકલી સામાન મળી આવ્યો હતો.

ફેક્ટરીમાંથી નકલી ડેટોલ તથા લિક્વિડનો મોટો જથ્થો મળ્યો હતો. અહીંયા પતરાના શેડ બનાવનીને ડેટોલ, હાર્પિક, લાયજોલ લીકવિડની ડુપ્લિકેટ પ્રોડક્ટ બનાવવામાં આવતી હતી. પોલીસે દરોડા ડુપ્લિકેટ જથ્થો અને રો-મટેરિયલ સહિતનો મુદામાલ જપ્ત કર્યો છે તેમજ પ્રકાશભાઈ નામના વ્યક્તિની ધરપકડ કરી છે.

આરોપીની કરવામાં આવી ધરપકડ
સરથાણા પીઆઈ એમ.બી.ઝાલાએ જણાવ્યું હતું કે સરથાણા વિસ્તારમાં કેનાલ રોડ પાસે હાર્પિક, લાયજોલ, અને ડેટોલના સ્ટીકરો લગાડીને ડુપ્લીકેશન કરતા હોય એ રીતની કંપનીના કર્મચારી દ્વારા ફરિયાદ આપવામાં આવી હતી. જેને લઈને અહી રેડ કરવામાં આવી હતી અહીંથી સ્ટીકરો તેમજ સ્ટીકરો લગાડેલો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ ઘટનામાં પ્રકાશભાઈની ધરપકડ કરવામાં આવી છે. હાલ સરથાણા પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

4.39 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો
ફેક્ટરીમાંથી હારપિકના પાંચ લિટરના 1.65 લાખના 165 કેન, લાઈઝોલના પાંચ લિટરના 90 હજારના 100 કેન, ડેટોલ લિક્વિડના પાંચ લિટરના 84,800 રૂપિયાના 154 કેન, હારપિકના પાંચ લિટરના ખાલી 250 કેન, હારપિકના એક લિટરના ખાલી 10પ કેન, લાઈઝોલ પાંચ લિટલના ખાલી 130 કેન, ડેટોલ પાંચ લિટરના ખાલી 125 કેન અને સ્ટિકરો સહિત કુલ 4.39 લાખનો મુદ્દામાલ મળી આવ્યો હતો.