ગુજરાતમાં અહીં આવેલાં મંદિરમાં ચપટી વગાડતા મટી જાય છે લોકોના દુખ-દર્દ, જાણો તેની પૌરાણિક કથા

Goga Maharaj Mandir: બનાસકાંઠા જિલ્લામાં અનેક એવા સ્થળો છે જે પૌરાણિક હોવાની સાથે સાથે ચમત્કારિક હોવાનો પણ દાવો કરવામાં આવે છે. આવું જ એક મંદિર બનાસકાંઠાના(Goga Maharaj Mandir) ડીસા તાલુકાના નાગફણા ગામે ગોગા મહારાજનું મંદિર આવેલું છે.

દૂર દૂર થી મોટી સંખ્યામા લોકો દર્શન કરવા આવે છે
250 વર્ષ પૌરાણિક અને ચમત્કારી ગોગા મહારાજનું મંદિર છે.આ મંદિર સાથે અનેક ઇતિહાસ પણ જોડાયેલો છે. તેમજ અનેક ચમત્કાર ગોગા મહારાજે આપ્યા હોવાની લોકમુખે વાત છે. આ મંદિરે દર પાંચમે મોટો મેળો ભરાય છે અને દૂર દૂર થી મોટી સંખ્યામા લોકો દર્શન કરવા આવે છે. એવું કહેવાય છે કે આ ચમત્કારિક મંદિરે જે લોકો મનમાં ધારેલા કામ પૂર્ણ થાય છે.

પૌરાણિક અને ચમત્કારીક મંદિર
બનાસકાંઠા જિલ્લામાં અનેક સ્થળે વર્ષો પૌરાણિક અને ચમત્કારિક મંદિરો આવેલા છે.ત્યારે એવું એક પૌરાણિક અને ચમત્કારીક મંદિર ડીસા તાલુકાના નાગફણા ગામે ગોગા મહારાજનું મંદિર આવેલું છે.કહેવાય છે કે ગોગા મહારાજનું પૂછડું પેછડાલમાં અને ફેણ નાગફણામાં આવેલ છે.જેથી આ રાફડાનો નાગ કહેવાય છે.તેમજ આ ગામનું નામ ફેણ પરથી નાગફણા પડ્યું છે. તેમજ ગોગા મહારાજનું મંદિર તળાવની પાળ ઉપર બિરાજમાન છે જેથી તળાવની પાળનો ગોગા મહારાજ કહેવાય છે.

આ છે ઇતિહાસ
આ તળાવ સાથે પણ ગોગ મહારાજ નો ઇતિહાસ જોડાયેલો છે. વર્ષો પહેલા આ તળાવમાં પાણી ન હતું ત્યારે ગામના ગોવાળ અને કુવાસીઓએ ગોગા મહારાજને અરજ કરતા ગોગા મહારાજ એ વરસાદ લાવેલ અને ગાયોને પાણી પાયું હતું. ત્યારથી કુવાસીઓએ ગોગા મહારાજને દૂધપાયુ અને ગોવાળે કહ્યું ગોગા મહારાજ તમે અમને આ તળાવમાં પાણી આપ્યું અમે તમને દૂધ પાવીશું ત્યારથી આ ગામમાં ગોગા મહારાજ દૂધ પિતા પણ કોઈને ડેરીમાં દૂધ ભરાવા દેતા નહીં પરંતુ છેલ્લા દસ વર્ષથી આ ગામમાં ગોગા મહારાજે ડેરીમાં દૂધ ભરાવા માટે રજા આપી છે. ત્યારથી લઇ આજ દિન સુધી લોકો હવે ડેરીમાં દૂધ ભરાવતા થયા છે તેવી માન્યતા છે.

300 વર્ષ જૂનું ચમત્કારિક મંદિર
આ મંદિરના ભુવાજી પરબતભાઈ ચેલાભાઈ રબારી તેમને જણાવ્યું હતું કે આ ગોગા મહારાજનું મંદિર 250 થી 300 વર્ષ પુરાણી અને ચમત્કારિક મંદિર છે આ મંદિરે દર પાંચમના રોજ મોટો મેળો ભરાય છે. જેમાં અંદાજિત 10 હજાર થી વધુ ની સંખ્યામાં લોકોનું મહેરામણ ઉમટે છે.ચમત્કારની વાત કરવા આવે તો આ ગોગ મહારાજે આ મંદિરના ભુવાજી પરબતભાઈ ને 15 વર્ષથી સંતાન ન હોવાથી તેમને પણ ગોગ મહારાજે તેમને દીકરો આપ્યો. અને સપનામાં આવીને પેંડા માગ્યા હતા. જે બાદ આ મંદિરના ભુવાજીએ તેમના દીકરાનુ નામ પણ નાગરાજ આપ્યું છે. તેવા અનેક આ ગોગ મહારાજે ચમત્કાર આપ્યા છે.

યુવકને સાપ કરડ્યો,માનતાથી સાપનું ઝેર ઉતરી ગયું
એક સ્થાનિક માન્યતા પ્રમાણે અસાઢ સુદ બીજના કુવાસીઓ તળાવની સફાઈ કરે તો ગોગા મહારાજ વરસાદ લાવે છે. એટલું જ નહીં ગોગા મહારાજે ચમત્કાર કરી અનેક લોકોનું જીવન બચાવ્યું હોય તેવા અનેક કિસ્સા લોકમુખે પ્રચલિત છે.એક યુવકને સાપ કરડ્યો હતો, હોસ્પિટલમાં દાખલ કર્યા બાદ પણ તે સાજો ન થતા તેને ગોગા મહારાજના મંદિરના ભુવાજી પાસે લઈ જવાનું કહ્યું અને કહ્યું કે મારે પાંચ દીકરીઓ છે. તેમની રક્ષા ગોગા મહારાજ કરશે તેમજ કહી ગોગા મહારાજે તે યુવકમાંથી ઝેર ચુસી લીધું અને યુવક એકદમ બેઠો થઈ ગયો હતો.

  • ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો:  Trishul News Gujarati
  • નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
  • વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
  • યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
  • એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App  આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App