ગુજરાતમાં આવેલા આ મંદિરમાં લીલા લીમડાવાળી મા મેલડીએ પૂર્યા છે અનેક પરચા; 21 દિવસમાં કરે છે તમામ મનોકામના પૂર્ણ

Leela Limadavali Mata Meladi: આપણો ભારત દેશ ખૂબ જ ધાર્મિક છે તેમાં વિવિધ પ્રકારના દેવી અને દેવતાઓના મંદિરો અને ડેરીઓ આવેલી છે.. લોકોની સાચી શ્રદ્ધા અને આસ્થા આ મંદિરો સાથે જોડાયેલી છે . આથી લોકો પોતાના તમામ અને કષ્ટ દૂર કરવા માટે મંદિરમાં(Leela Limadavali Mata Meladi) જાય છે અને ભગવાનને પ્રાર્થના કરે છે..આજે પણ આપણે એક દિવસ મંદિર વિશે વાત કરવાના છે.. તમે સૌ જાણો છો કે ગુજરાતમાં મેલડી માતાના ખૂબ જ મંદિરે આવેલા છે અને મેલડી માતા ઘણા બધા લોકોની કુળદેવી તરીકે માનવામાં આવે છે.

લોકો મોટી સંખ્યામાં અહીં મેલડીમાંના દર્શન કરવા આવે છે
મંદિરોમાં ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવતા હોય છે. આજે આપણે એક એવા જ મેલડી માતાના મંદિર વિશે વાત કરવાની છે જે અમદાવાદમાં આવેલું છે અને ત્યાં કહેવામાં આવે છે કે મેલડી માતા હાજરાહજૂર બિરાજમાન છે. આ મંદિરને લોકો શ્રી લીલા લીમડા વાળી મેલડી માં તરીકે ઓળખે છે. આ મંદિર અમદાવાદના સીટીએમ વિસ્તારમાં બિરાજમાન છે. લોકો મોટી સંખ્યામાં અહીં મેલડીમાંના દર્શન કરવા આવે છે અને સાચા દિલથી મેલડીમાં પાસે જીવનના તમામ દુઃખ દૂર કરવાની પ્રાર્થના કરે છે.

લોકોની અનોખી આસ્થા
આ મંદિરના ઇતિહાસ વિશે વાત કરીએ તો 30 વર્ષ પહેલા આ જગ્યા ઉપર થી ઈટનું નાનું એવું મંદિર એટલે કે ડેરી આવેલી હતી જ્યાં મેલડી માં સાક્ષાત બિરાજમાન હતા. ત્યારબાદ અહીં મોટું મંદિર બનાવ્યું અને અહીં ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવે છે. લોકોને માંતાજી પ્રત્યે અનોખી આસ્થા રહેલી છે.

રવિવારે અને મંગળવારના દિવસે ખૂબ જ ભીડ હોય છે
આ મંદિર મારા રવિવારે અને મંગળવારના દિવસે ખૂબ જ ભીડ જોવા મળે છે. અહીં લોકો દૂરના વિસ્તારમાંથી દર્શન કરવા આવે છે. દરેક વ્યક્તિ કોઈને કોઈ માનતા લઈને આવે છે અને સાચી શ્રદ્ધાથી રાખેલી માનતા માં મેલડી અચૂક પૂર્ણ કરે છે અને તેમનું જીવન આનંદથી ભરી દે છે.

21 દિવસમાં માનતા પુરી થાય છે
અહીં શ્રીફળનો હવન વર્ષના 365 દિવસ કરવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે માથા પરથી 7 વાર શ્રીફળ ફેરવીને મુકવામાં આવે તો વ્યક્તિને લાગેલી તમામ ખરાબ નજર દૂર થાય છે. બીજી તરફ સંતાન પ્રાપ્તિ માટે કે પછી કોર્ટ કચેરીના કિસ્સાઓમાં દરેક વ્યક્તિ અહીં માતાજીને નમવા ચોક્કસથી આવે છે અહીં 365 દિવસ હવન ચાલુ હોય છે અને માતાજી 21 દિવસમાં માનતા પુરી કરતી હોવાથી વાત પણ અનેક ભક્તોએ સ્વીકારી છે.