ભારે વરસાદના કારણે ગુજરાત સરકારે લીધો મોટો નિર્ણય: આવતી કાલે શાળા-કોલેજોમાં રજા જાહેર

Tommorow School Holiday:  માનનીય અગ્ર સચિવની સૂચના અનુસાર આવતી કાલે રાજયની તમામ સરકારી, અનુદાનિત અને ખાનગી પ્રાથમિક શાળાઓમાં રજા જાહેર(Tommorow School Holiday) કરવા સૂચના આપવામાં આવેલ હોવાથી. સુરત શહેર અને જિલ્લાની તમામ પ્રાથમિક શાળાઓમાં તારીખ 27/08/2024 ના રોજ ફરજિયાત રજા જાહેર કરવામાં આવે છે.

સુરત શહેરમાં અને જિલ્લામાં વરસાદ પડવાથી અને તાપી નદીમાં પાણી વધવાને કારણે ખાડી વિસ્તારોમાં તેમજ જ્યાં પાણી ભરાવાથી રસ્તાઓ પર પાણી આવી ગયું હોય તેવા વિસ્તારોમાંથી આવતા વિદ્યાર્થીઓ માટે તેમજ તેવા વિસ્તારોની શાળાઓ માટે શાળાના આચાર્યએ તા.27/08/2024 ના રોજ સ્થાનિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખી શાળા ચાલુ રાખવા કે રજા રાખવા અંગેનો નિર્ણય કરવો.

કોઈપણ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના વિદ્યાર્થીને શાળા પર આવવામાં કે જવામાં કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે તે બાબત ધ્યાને રાખી આચાર્યએ નિર્ણય લેવો.

મુખ્યમંત્રી પેન્દ્ર પટેલે રાજ્યમાં ભારે વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિનો તાગ મેળવવા ઉચ્ચ સ્તરીય બેઠક ગાંધીનગરમાં યોજી હતી. મુખ્યમંત્રી સોમવારે બપોરે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર પહોંચ્યા હતા અને વરસાદગ્રસ્ત જિલ્લાઓના કલેકટરો મ્યુનિસિપલ કમિશ્નરો તથા જિલ્લા અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સ યોજીને તલસ્પર્શી વિગતો મેળવી હતી.

તેમણે ખાસ કરીને નીચાણવાળા વિસ્તારના લોકોના સલામત સ્થળાંતર માટે તાકીદ કરી હતી, મુખ્ય મંત્રી શ્રીએ જિલ્લા કલેક્ટરશ્રીઓ અને મ્યુન્સિપલ કમશનરશ્રીઓને સ્પષ્ટપણે જણાવ્યું કે આપણી પહેલી પ્રાયોરિટી મનુષ્ય જીવન અને પશુધનની જાનહાની ના થાય તે હોવી જોઈએ. તેમણે નદી નાળા કે માર્ગો પર જ્યારે વરસાદી પાણી પુષ્કળ માત્રામાં અને ભયજનક રીતે વહેતું હોય ત્યારે કોઈ પણ વ્યક્તિ તે ક્રોસ ના કરે કે તેમાં ના જાય તે માટેની ખાસ તકેદારી અને જરૂર જણાય તો પોલીસની મદદથી કડકાઈ વર્તીને પણ લોકોને અટકાવવા જરૂરી છે તેમ કલેક્ટરશ્રીઓને આ અંગેની સૂચનાઓ આપતા જણાવ્યું હતું.

પાણીમાં ફસાયેલા લોકોના રેસ્ક્યુ કરવા ની બાબત પણ અગ્રતા આપવા સૂચના આપી હતી.
આ હેતુસર NDRF, SDRF, સ્થાનિક પોલીસની મદદથી લોકોનું રેસ્ક્યુ કરવા સાથે સ્થળાંતર કામગીરીની વિગતો પણ તેમણે મેળવી હતી. * રાજ્યમાં અત્યાર સુધીમાં ૧૭,૮૨૭ લોકોનું સ્થળાંતર તેમજ ૧,૬૫૩ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવેલું છે.