સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી (Salangpur Kashtbhanjandev Hanumanji Mandir) મંદિર ખાતે પણ શ્રાવણ મહિનાની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે.ત્યારે આજે પ.પૂ શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજી પ્રેરણા અને કોઠારીશ્રી વિવેકસાગર સ્વામિના માર્ગદર્શનથી શ્રાવણ માસ ભવ્ય મહોત્સવ અંતર્ગત તા. 29-08-2024ને ગુરુવારના રોજ શ્રીકષ્ટભંજનદેવ દાદાને એકાદશી નિમિત્તે શ્રીકષ્ટભંજનદેવ દાદાને વિવિધ પ્રકારના આલ્કોહોલ વગરના અત્તર/પરફયુમનો દિવ્ય શણગાર કરી સવારે 05:45 કલાકે શણગાર આરતી પૂજારી સ્વામી દ્વારા – અથાણાવાળા દ્વારા કરવામાં આવેલ.
આજે દાદાને પહેરાવાયેલા વાઘા વિશે કોઠારી સ્વામીએ જણાવ્યું કે, :-
તો આજે દાદાને વિશેષ વાઘા પહેરાવામાં આવ્યા છે. દાદાના આ સફેદ રંગના વાઘા પ્યોર સિલ્કના કાપડના છે. આ વાઘા વૃંદાવનમાં બનાવડાવવામાં આવ્યા છે. જેમાં જરદોશી વર્ક કરાયું છે. આ સાથે વાઘામાં ફુલ અને વેલની ડિઝાઈન પણ છે.
આજે શ્રાવણ મહિનાની એકાદશી નિમિત્તે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને આલ્કોહોલ વગરના અત્તર અને પર્ફ્યૂમનો શણગાર કરાયો છે. શણગાર માટે 1200થી વધુ અત્તર-પર્ફ્યુમ લંડન, દુબઈ, અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને ભારતના અલગ-અલગ રાજ્યમાંથી મંગાવ્યા છે. સિંહાસને શણગાર કરતાં 4 કલાકનો સમય લાગ્યો છે. અત્તર અને પર્ફ્યૂમનું કલેક્શન કરતાં 6 મહિના જેટલો સમય લાગ્યો હતો. આ પછી અલગ-અલગ મંદિરમાં ઠાકોરજી માટે મોકલી આપવામાં આવશે.
શ્રાવણ માસ દરમિયાન શ્રી હનુમાન ચાલીસા પાઠ અનુષ્ઠાનનુ આયોજન કરવામાં આવેલ. તેમજ શ્રીહરિ મંદિરમાં દિવ્ય હિંડોળાના તેમજ અનેરા દર્શનનૉ લાભ લઈ ધન્યતાનો અનુભવ કરેલ.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App