Rajkot International Airport: રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. થોડા દિવસ પહેલા એરપોર્ટની કેનોપી તૂટી હતી. ત્યારે હવે તે દીવાલ ધરાશાયી(Rajkot International Airport) થઈ હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. અચાનક દિવાલ તૂટતા એરપોર્ટ બાંધકામની કામગીરી પર અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે.
એક વર્ષ પહેલા ખુલ્લા મુકાયેલા રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ની દિવાલ તૂટી પડી હોવાનું સામે આવ્યું છે એરપોર્ટના રનવે નજીકની 15 ફૂટની દિવાલ ધરાશાય થઈ છે. ત્યારે આ દિવાલ તૂટી પડતાં સરકારની નીતિ અને કામગીરી પર અનેક સવાલો ઉભા થઈ ગયા છે રાજકોટમાં નવા એરપોર્ટ નું નિર્માણ 2000 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે કરવામાં આવ્યું છે. એક વર્ષ પહેલાં જ એરપોર્ટને ખુલ્લું મૂકવામાં આવ્યો હતો. વારંવાર બનતી ઘટનાઓને લઈને એરપોર્ટ ઓથોરિટીની ઇજ્જતના ધજાગરા થઈ ગયા છે.
એરપોર્ટ રન વે નજીકની તૂટી પડેલી દિવાલની એક ફૂટેજ સામે આવી છે જેમાં દેખાઈ રહ્યું છે કે દીવાલ ધરાશાયી થઈ ગઈ છે અને ત્યાંથી પાણી ઝરણાની જેમ વધી રહ્યું છે.
તમને જણાવી દઈએ કે થોડા દિવસ અગાઉ પવન સાથે ભારે વરસાદને કારણે એરપોર્ટની કેનોપી તૂટી પડી હતી. રાજકોટ એરપોર્ટના પેસેન્જર પીકઅપ અને ડ્રોપ એરિયાની બહાર છત તૂટી પડી હતી ત્યારે હવે દિવાલ તૂટી પડતાં એરપોર્ટ ઓથોરિટી સામે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જુલાઈ 2023 માં રાજકોટ પાસે હિરાસરમાં એરપોર્ટ ના નવા બિલ્ડીંગનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App