Health Tips: જ્યારે ઋતુ બદલાય છે, ત્યારે શરદી, ઉધરસ અથવા તાવ આવવો સામાન્ય છે. પરંતુ તમે કેટલાક સરળ આયુર્વેદિક ઉપાયોનો (Health Tips) ઉપયોગ કરીને તમારી જાતને સારું અનુભવવામાં મદદ કરી શકો છો!
આજ કાલ લોકોની જે ખવાપીવાની આદત છે અને જે પ્રમાણે ની આપણી લાઇફસ્ટાઇલ છે ના લીધે લોકો વારંવાર બીમાર પડી જાય છે અને ખાસ કરીને અત્યારે પર્યાવરણમાં વધતું પ્રદૂષણનું પ્રમાણ પણ બીમાર પડવાનું મુખ્ય કારણ બની જાય છે.
જ્યારે ઋતુ બદલાય ત્યારે આપણી રોગપ્રતિકારક શક્તિ નબળી પડી જાય છે. આવી ઋતુમાં હવામાનમાં બેક્ટેરિયા અને વાયરસ ફેલાતા હોય છે જેના સંપર્કમાં આવવાથી લોકો શરદી, ઉધરસ અને તાવ જેવી બિમારીઓના ચપેટમાં આવતા હોય છે.
આવી નાની બીમારીઓ માટે ડૉક્ટર પાસે જવાની જરૂર નથી કારણ કે આપણે ઘરે જ ઈલાજ કરી શકીએ છે.. આયુર્વેદમાં આવી બિમારીઓ થી બચવા માટે ઘણા નુસ્ખા છે જેને અપનાવીને સુરક્ષિત રહી શકાય છે.
એક કપ ગાયના દૂધમાં કાચી હળદર, તાજા આદુ કે સૂકા આદુનો પાઉડર, તજનો નાનો ટુકડો અને કાળા મરી નાખીને 5 મિનિટ સુધી ઉકાળો અને ગાળી પીઓ. શરદી-ઉધરસ કે મોસમી તાવના સમયે તમે દિવસમાં બે વાર આ ગાળીનું સેવન કરી શકો છો. અથવા હળદર, સૂકું આદુ અને મધનું મિશ્રણ પણ બનાવી અને 1-2 વખત દિવસમાં આ મિશ્રણનું સેવન કરી શકો છો.
તુલસીનો ઉકાળો પણ ખુબ જ અસરકારક સાબિત થઈ શકે છે. ઉકળતા પાણીમાં તુલસી, લેમનગ્રાસ, આદુ અને ગોળ મિલાવીને આ દવાઈ ઉકાળો ઘરે બનાવી શકાય છે અને આદુનો ઉકાળો પણ બનાવી શકાય છે. ઉકળતા પાણીમાં તાજા આદુના થોડા ટુકડા ઉમેરીને પાણીને ઉકાળી લો અને મધ અને લીંબુ પણ ઉમેરીને આ ઉકાળાનો સ્વાદ વધારી શકાય છે.
ઘરે સ્ટીમ(નાશ,બાફ) લો અને તુલસીના પાન, ફુદીનાના પાન, તજ કે નીલગિરીના તેલના 1-2 ટીપા વગેરે નાખીને લો. આવું કરવાથી ઋતુ બદળવાને કારણે થતી શરદી ઉધરસ ઠીક થઈ શકે છે. જો લક્ષણો વધુ દેખાય તો તુરંત દવા લી લો.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App