ગુજરાતમાં આ તારીખે પડશે ધોધમાર વરસાદ, જાણો અંબાલાલની આગાહી અને વરસાદની તબાહી

Gujarat Monsoon Update: ગુજરાતમાં હાલ મેઘરાજાએ વિરામ લીધો છે. હવામાન વિભાગ દ્વારા પણ આગામી સપ્તાહમાં સામાન્ય વરસાદની આગાહી કરી હતી. જો કે દેશમાં બંગાળની ખાડીમાં સર્જાયેલા સિસ્ટમ હાલમાં ખરનાક બની છે. જે આગામી દિવસોમાં ભારે વરસાદ (Gujarat Monsoon Update) લાવી શકે છે. પરંતુ ગુજરાત આ ખતરાથી મુક્ત છે પણ ગુજરાતમાં આની થોડી ગણી અસરો જોવા મળી શકે છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બંગાળની ખાડીમાં સર્જાયેલ આ ત્રીજી એવી સિસ્ટમ છે જે ડીપ ડિપ્રેશન સુધી પહોંચી છે અને વધુ શકતિશાળી બની છે. તમને જણાવી દઈએ કે આગામી બે દિવસમાં આ સિસ્ટમ આગળ વધીને મધ્ય ભારત સુધી પહોંચી શકે છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે (Ambalal Patel Forecast) આગાહી કરતા જણાવ્યું છે કે ગુજરાતના હવામાનમાં 12-13 સપ્ટેમ્બરે પલટો આવી શકે છે આ સાથે જ ભારે વરસાદની શક્યતા પણ રહેલી છે. 15-16-17 સપ્ટેમ્બરમાં પશ્ચિમી વિક્ષેભ આવશે. આ સાથે જ 22 થી 25 માં ભારે વરસાદી ઝાપટા પડી શકે છે. 27 સપ્ટેમ્બરથી ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. વધુમાં તેમણે જણાવ્યું છે કે 9 થી 10 ઓક્ટોબર સુધીમાં સૂર્ય ચિત્રા નક્ષત્રમાં આવતા વરસાદી સિસ્ટમ બનશે. 16 થી 17 ઓક્ટોબરે પણ સારો વરસાદ થવાની શક્યતા છે.

તમને જણાવી દઈએ કે ગુજરાતમાં આ વખતે સામાન્ય કરતાં 44 અને સૌરાષ્ટ્રમાં 39 ટકા ઓછો વરસાદ પડ્યો છે. કારણ કે સપ્ટેમ્બરના પ્રથમ અઠવાડિયામાં પડેલા વરસાદ અગાઉ રાજ્યમાં ૫૦ ટકા વરસાદની ઘટ હતી, પરંતુ છેલ્લા કેટલાક દિવસોમાં પડેલા વરસાદની ઘટ ૯ ટકા ઘટીને ૪૧ ટકાએ પહોંચી છે.  જો કે ૮થી ૧૪ સપ્ટેમ્બર દરમિયાન મધ્યમથી ભારે વરસાદને લીધે ચોમાસાને અંતે વરસાદની ૨૫ ટકા ઘટ રહેવાની શક્યતા છે.

ભારે વરસાદની વધુ એક આગાહી
હવામાન વિભાગે રાજ્યમાં ફરી વરસાદી માહોલ જામશે તેવી આગાહી કરી છે. હવામાન નિષ્ણાતોનું કહેવું છે કે 22 સપ્ટેમ્બરે વધુ એક સિસ્ટમ બનતા 25મી સુધી વરસાદી પડી શકે છે. કારણ કે આ વખતે એક પછી એક સિસ્ટમ બની રહી છે તેથી આ ચોમાસું અનોખું છે અને એક બાદ એક સિસ્ટમ બનતા ચોમાસું ક્યારે વિદાય લેશે તે કહેવું પણ હાલ કઠિન છે. તેથી હજુ પણ રાજ્યમાં ભારે વરસાદ પડી શકે છે. ઉલ્લેખનીય છે કે વરસાદ બંધ થવાની સાથે તાપમાનનો પારો સતત વધી રહ્યો છે.

તમને જણાવી દઈએ કે આઈએમડી દ્વારા અનેક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, તેલંગણા, અને પશ્ચિમ બંગાળ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે ઓડિશા, આંધ્ર પ્રદેશ, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, અને ઉત્તર પ્રદેશમાં અતિભારે વરસાદ વરસી શકે છે. આ સાથે જ આઈએમડીએ રાજસ્થાન, ઉત્તરાખંડ, છત્તીસગઢ, ગોવા, ગુજરાત, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, અરુણાચલ પ્રદેશ, મેઘાલય, નાગાલેન્ડ, અસમ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, કેરળ, અને કર્ણાટકમાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે.