2025 માં આ રાશીના લોકોના ખુલી જશે ભાગ્યના બંધ દરવાજા; જાણો કેવું રહેશે તમારું અગામી વર્ષ

Horoscope 2025: વિક્રમ સવંત 2081 નું વર્ષ તમામ 12 રાશિઓ માટે કેવું રહેશે? નોકરી ધંધા લગ્ન ધંધા-રોજગાર, સામાજિક અને શારીરિક રીતે કેવું રહેશે (Horoscope 2025) આવનારું વર્ષ,? આગામી વર્ષમાં કોના ભાગ્ય ખુલશે અને કોની મુશ્કેલીઓ વધશે? અત્યારે જ તમારું રાશિફળ જાણવા આખો લેખ વાંચો.

મેષ: સમજી વિચારીને પૈસા વાપરવા
પરમ કૃપાળુ દુર્ગા માતા અને યજ્ઞ નારાયણ ભગવાનની પરમ કૃપાથી વિક્રમ સવંત 2081 કાર્તિક સુદ એકમના રોજ શરૂ થવા જઈ રહ્યું છે. જૈન વીર સંવત 2551 નો પણ આરંભ થવા જઈ રહ્યો છે. નવા વર્ષના ગ્રહો અનુસાર રાશિફળ ની વિગતવાર જોતા આ વર્ષ આપના માટે મધ્યમ રહેશે. તમારી આંખમાં દુખાવો થવાની સંભાવના છે. આંખમાં ઇન્ફેક્શન લાગી શકે છે. ઉંમરલાયક લોકોને મૃત્યુ આવી શકે છે. કોઈ રોગ કે દવાની આગ અસર ના લીધે આંખ ક્ષતિગ્રસ્ત થવાની સંભાવના છે. બ્રેઇન સ્ટ્રોકની સમસ્યા ઉદભવી શકે છે. વર્ષની શરૂઆતમાં જ તમારે ખૂબ સાવધાની પૂર્વક રહેવું પડશે. કારતક માગશર માસ દરમિયાન અકસ્માત થવાની સંભાવના છે. આંખમાં દુખાવો થશે તેમ જ માનસિક તણાવ પણ રહેશે. તમારા પર સર્જરી થઈ શકે છે.

વૃષભ: રાહુનું પ્રતિકૂળ પરિભ્રમણ પૂર્ણ થતા તેના બંધન માંથી છટકારો થશે
ધર્મ કાર્યોમાં પ્રગતિ કરી શકો છો. સંતાનોના અભ્યાસની ચિંતા રહેશે નહીં. આવનારું વર્ષ કરતાં તમારા માટે ખૂબ સારું રહેશે. રાહુનું પ્રતિકૂળ પરિભ્રમણ પૂરું થઈ જવાને કારણે તેના બંધનમાંથી તમને મુક્તિ મળશે. પરંતુ વર્ષના મધ્ય ભાગ સુધીમાં ગુરુનું પરિભ્રમણ પ્રતિકૂળ રહેશે. જેના લીધે તમને તકલીફો થશે. પછીનું આખું વર્ષ તમારા માટે લાભદાયી રહેશે.

મિથુન: ક્યારેક સાનુકૂળ તો ક્યારેક પ્રતિકૂળ સંજોગો આવશે
આ વર્ષના પ્રારંભમાં તમને ફાયદો થશે. તમારા કામ એક પછી એક પૂર્ણ થશે અને તમને સંપૂર્ણ લાભ મળશે. તમારે વિદેશ યાત્રાના યોગ બનશે. સંતાન પ્રાપ્તિ થશે.

કર્ક: જેમ જેમ વર્ષ વીતતું જશે તેમ તમને રાહત મળશે.
વિક્રમ સવંત 2081 ના નવા વર્ષનો પ્રારંભ તમારા માટે મધ્યમ રહેશે, તમારા કામમાં ચડાવતા ઉતાર આવ્યા કરશે. તમારે તમારા કામની સાથે સાથે અન્ય કામોમાં પણ વ્યસ્ત રહેવું જેથી તમને તણાવનો અનુભવ ન થાય. વર્ષની શરૂઆતના મુશ્કેલી થશે, પરંતુ જેમ-જેમ વર્ષ વીતતું જશે તેમ તેમ તે તમારા માટે લાભદાયી થશે.

સિંહ: વર્ષ જેમ જેમ પસાર થશે તેમ ગુરુનું પરિભ્રમણ તમને મધ્યમ ફળ આપશે
વિક્રમ સવંત 2081 માં ગુરુની અનુકૂળતા જણાય છે. તમે તમારું કામ સારી રીતે કરી શકશો. નવા કામ સહેલાઈથી શરૂ થઈ જશે. તમે વિદેશ યાત્રાએ જવાના છો.પરંતુ આ દરમિયાન તમને કેટલીક મુશ્કેલીઓનો સામનો પણ થશે.

તુલા: આપને દરેક કામમાં પ્રતિકૂળતા જણાશે
વિક્રમ સવંત 2081 નો પ્રારંભ તમારા માટે ખૂબ સારું રહેશે. તમે તમારા ધાર્યા કામ પાર પાડી શકશો. રોકાયેલા કામો પૂર્ણ થશે. પરંતુ ચૈત્ર માસ માં આઠમના રોજ થી ગુરુ ગ્રહનું પ્રતિકૂળ પરિભ્રમણ શરૂ થઈ રહ્યું છે જેના કારણે તમારે મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. તમે નવી ગાડી ખરીદી શકો છો.

કન્યા:
વિક્રમ સવંત 2081 નું વર્ષ ગયા વર્ષની સરખામણીએ તમારા માટે ઘણું સારું રહેશે. જોકે વર્ષની શરૂઆતમાં તમને કોઈ લાભ થશે નહીં પરંતુ જેમ જેમ વર્ષ વીતતું થશે તેમ તેમ તમારા માટે નવા માર્ગો ખુલ્લા થતા જશે. તમે નવું સાહસ કરી શકો છો જેમાં તમને ધાર્યા કરતા સારી સફળતા મળશે.

વૃષિક: આરોગ્ય સુખકારી માટે શ્રેષ્ઠ વર્ષ રહેશે
વિક્રમ સવંત 2081 નું વર્ષ આપના માટે મધ્યમ રહેશે પરંતુ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ તમારા માટે ખૂબ ઉત્તમ રહેશે. આ વર્ષ દરમિયાન તમને પનોતી લાગી શકે છે, જે તમારા કામ અટકાવી શકે છે.

ધન: ગુરુની સાનુકૂળતા અને રાહુલની પ્રતિકૂળતા ને કારણે ચઢાવ ઉતારનો અનુભવ થશે
વિક્રમ સવંત 2011 સ્થાપના માટે મધ્યમ રહેશે ગુરુની સાનુકૂળતા અને રાહુલની પ્રતિકૂળતા ને લીધે ચડાવ ઉતારનો અનુભવ થશે. આ વર્ષે દરમ્યાન નોકરી ધંધામાં કોઈએ ઉતાવળમાં કોઈ પગલું ન લેવું. વર્ષ જેમ જેમ પૂર્ણ થતું જશે તેમ તેમ તમારા અટકેલા કામ પણ બની જશે.

કુંભ: તમારા નજીકના સંબંધીઓનો સાથ સહકાર મળશે
વિક્રમ સવંત 2081 નું વર્ષ આપણા માટે સારું વીતશે. વર્ષના પ્રારંભમાં ગુરુનું સાનુકૂળ પરિભ્રમણ રહેવાનું છે. તમારી માન-પ્રતિષ્ઠામાં વધારો થશે. વિદેશમાં ધંધો કરવા જઈ શકો છો. તમારે આ વર્ષ દરમિયાન ઉતાર ચઢાવવાનો સામનો કરવાનો થશે પરંતુ એકંદરે આ બસ તમારા માટે સારું સાબિત થશે.

મકર:
વિક્રમ સંવત 2081 માં ગુરુનું પરિભ્રમણ મિશ્ર રહેશે. શનિની સાડા સતીનો આ છેલ્લો તબક્કો હશે. રાહુનું પરિભ્રમણ મિશ્ર રહેશે જેના કારણે તમારે શરૂઆતના સમયમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. તમારા બધા જ કામ ઉલટા પડશે. પરંતુ જેમ જેમ વર્ષ વીતતું જશે તેમ તેમ શનિની સાડા સાતી ઓછી થતી જશે અને તમારા કામ પૂરા થશે અને તમને સફળતા મળશે.

મીન:
સવંત ૨૦૧૮૧માં ગુરુનું પરિભ્રમણ શરૂઆતમાં મધ્યમ અને ત્યારબાદ સારું રહેશે. તમારા માટે આ શની ની સાડાસતીનો પ્રથમ તબક્કો રહેશે. રાહુ તમારી રાશિ માંથી પસાર થઈ રહ્યો છે તેના કારણે તમારે માનસિક મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. જોકે વર્ષના અંત સુધીમાં બધું જ સારું થઈ જશે.