માં મોગલની કૃપાથી આ દંપતીના આંગણે ઘણા વર્ષો પછી બંધાયું પારણું, માનતા પૂરી કરવા પહોંચી મોગલધામ

Kutch Mogal Dham: ગુજરાતનું માં મોગલનું પ્રખ્યાત ધામ કરછના કાબરાઉમાં આવેલું છે. કરછના કાબરાઉ વાળી માં મોગલના (Kutch Mogal Dham) પરચા સમગ્ર દેશમાં પ્રખ્યાત છે. ઘણા લોકો માનતા લૈવડુર દૂરથી માઁ ના ચરણોના દર્શન કરવામાં માટે આવે છે. કહેવાય છે કે જે ભક્તો સાચા મનથી જે ઈચ્છા માંગે તે માં મોગલ ઈચ્છા પુરી કરે છે.

જેના અનેક કિસ્સાઓ પણ સામે આવ્યા છે.  ત્યારે આવો જ વધુ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં એક દંપતિના ઘરે વર્ષો પછી પારણું બંધાતા માં મોગલના દર્શન કરવા આવી પહોંચ્યા હતાં. ત્યારે આ મહિલા ભક્ત કહે છે કે તેના લગ્નના ઘણા વર્ષો પછી પણ બાળક ન હતું.

માતાને પ્રાર્થના કરતા માતાએ પ્રાર્થના સ્વીકારી અને તેના ઘરે બાળકનો જન્મ થયો હતો. જેથી તે અહીં માનતા પુરી કરવા આવી છે. મણિધર બાપુએ તે મહિલાના પૈસામાં 20 રૂપિયા ઉમેરીને તેને પાછા આપ્યા હતા અને કહ્યું કે તમારી માનતા પુરી થઈ. માતા પર સાચા દિલથી શ્રદ્ધા રાખજો.

આવો જ બીજો એક કિસ્સો પણ સામે આવ્યો હતો જેમાં એક ભકત પોતનો પહેલો પગાર માતાના ચરણોમાં મૂકવામાં માટે  મોગલ ધામ આવી પહોંચી હતી. ત્યારે મણિધર બાપુએ દીકરીના પૈસામાં એક રૂપિયો ઉમેરીને તેને પાછો આપી દીધો અને કહ્યું કે, માતા પાસે સાચા દિલથી પ્રાર્થના કરો એ માતા પુરી કરે છે. માતા પર શ્રદ્ધા રાખજો. બધી મનોકામના પુરી થશે.