પાટણ ગણેશ વિસર્જનની ઘટનાનો દર્દનાક LIVE વીડિયો આવ્યો સામે, 4 લોકોના તરફડીને મોત

Patan Ganesha Viarjan News: ગુજરાત સહીત સમગ્ર દેશમાં ગણેશજીના તહેવારની ઉજવણી જોરશોરથી ચાલી રહી છે. કેટલાક ભક્તોએ ગણેશજીની સ્થાપના એક દિવસ, બે દિવસ અથવા તો ત્રણ દિવસની કરી હતી. જેને લઈને ગણેશ વિસર્જનની (Patan Ganesha Viarjan News) તૈયારીઓ પણ દેખાય રહી છે. ત્યારે બે દિવસ પહેલા ગણેશ ઉત્સવનો આનંદનો તહેવાર માતમમાં ફેરવાય ગયો હતો.

બે દિવસ પહેલા પાટણની સરસ્વતી નદીમાં ગણપતિ વિસર્જન દરમ્યાન દુઃખદ ઘટના બની હતી. જેમાં વેરાઈ ચકલા વિસ્તારમાં રહેતા પ્રજાપતિ પરિવારનાં સભ્યો સરસ્વતી નદીમાં ગણપતિ વિસર્જન કરવા ગયા હતા. આ  દરમ્યાન એક જ પરિવારનાં ચાર સભ્યો નદીમાં ડૂબી જવાથી મોત નિપજવાની દુઃખદ ઘટના બનવા પામી હતી.

એક જ પરિવારના 7 સભ્યો ડૂબી ગયા
અત્યારે ગુજરાત સહિત સમગ્ર દેશમાં ધામધૂમપૂર્વક ગણેશોત્સવનો પર્વ ઉજવાઈ રહ્યો છે. જો કે દર વર્ષે ગણપતિ વિસર્જન વખતે અનેક લોકો ડૂબી જવાથી મોતને ભેટતા હોય છ. આ મામલે ગુજરાત હાઈકોર્ટ પણ ચિંતા વ્યક્ત કરી ચૂકી છે. એવામાં પાટણ જિલ્લામાં ગણપતિ વિસર્જન વખતે મોટી દુર્ઘટના સામે આવી છે. જેમાં સરસ્વતી નદીમાં ગણપતિ વિસર્જન કરવા ગયેલા એક જ પરિવારના 7 સભ્યો ડૂબી ગયા હતા. જે પૈકી 3ને બચાવી લેવાયા છે, જ્યારે એક યુવકની લાશ મળી છે. આ સિવાય અન્ય 3ની શોધખોળ ચાલુ છે.

મળતી માહિતી અનુસાર સરસ્વતી નદીમાં ગણપતિ વિસર્જન દરમ્યાન પાટણના પ્રજાપતિ પરિવારનાં ચાર લોકો ડૂબી જવાના સમાચારથી આખું પંથકમાં શોકનો મહાલો છે. જાણવા મળી રહ્યું છે કે જયારે આ ઘટના બની ત્યારે લોકોનાં ટોળે ટોળા ઘટનાસ્થળે આવી પહોંચ્યા હતા.ચારેય લોકોને ત્યાં હાજર રહેલ લોકો દ્વારા પણ બચાવવા અથાગ પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા.પરંતું તેઓને બચાવી શકાયા ન હતા. જે બાદ ફાયર બ્રિગ્રેડની ટીમ દ્વારા તાત્કાલીક ઘટનાં સ્થળે પહોંચી લાશની શોધખોળ હાથ ધરી હતી.

 

મૃતકના નામ:
શિતલબેન નિતિનભાઈ પ્રજાપતિ (માતા), જિતિન નિતિનભાઈ પ્રજાપતિ (પુત્ર), દક્ષ નિતિનભાઈ પ્રજાપતિ (પુત્ર), નયન રમેશભાઈ પ્રજાપતિ (મામા) આ લોકોમાં મોત થયા હોવાનું સામે આવ્યું છે.

જયારે આ ઘટના બની તેનો એક લાઇવ વિડીયો સોશિયલ મીડિયા ઓર વાયરલ થઇ રહ્યો છે. જેમાં એક મહિલા એક મહિલા છોકરાઓને બચાવવા માટે પ્રયત્ન કરી રહી છે. જો કે ચારેય લોકો નદીના વહેણમાં વહી જાય છે. ઘટના સામે આવ્યા બાદ તંત્ર દ્વારા વિસર્વજન વિધિ વધુ એલર્ટ કરવામાં આવ્યું હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.