Diwali 2024: દેવી લક્ષ્મી અપરાજિતાના ફૂલ ચડાવવાથી પ્રસન્ન થાય છે. અને તે ફૂલ ચઢાવનાર પર અસીમ કૃપા વરસાવે છે. ધનલાભ માટે કરો અપરાજિતાના (Diwali 2024) ફૂલોના આ ઉપાયો. પૂજા કરતી વખતે લક્ષ્મી માતાને અપરાજિતાના ત્રણ ફૂલ ચઢાવો.
દિવાળીના દિવસો દરમિયાન લક્ષ્મી માતા અને ગણપતિ મહારાજને પ્રસન્ન કરવાનો આ સારો અવસર છે. આ દિવસે કેટલાક શાસ્ત્રોમાં સૂચવેલા ઉપાયો કરવાથી જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે. શાસ્ત્રો પ્રમાણે માન્યતા છે કે દિવાળીના દિવસે કરેલા કેટલાક ઉપાયથી ખૂબ ધનલાભ પ્રાપ્ત થાય છે. આવો જ એક ઉપાય એટલે લક્ષ્મીજીનું પ્રિય એવું અપરાજિતા ફુલ. દિવાળીના દિવસે આ ઉપાય કરશો તો ચમત્કારનો અનુભવ કરશો.
લક્ષ્મી માતા અપરાજિતાના ફૂલ ચડાવવાથી આશીર્વાદ આપે છે.
દિવાળીના દિવસે લક્ષ્મી માતાને અપરાધિતાનું ફૂલ ચડાવવાથી વિશેષ કૃપા થાય છે. શાસ્ત્રોમાં કયા અનુસાર અપરાધિતાનો છોડ લક્ષ્મી માતાનો સૌથી મનગમતો છોડ છે અને તેનું ફૂલ લક્ષ્મી માતાને અત્યંત પ્રિય છે.
ધનલાભ માટે અપરાધિતા ફુલનો આ ઉપાય કરો
દિવાળીના દિવસો દરમિયાન પૂજા કરતી વખતે લક્ષ્મી માતાને અપરાજિતાના ત્રણ ફૂલ ચડાવો અને ત્યારબાદ નવા વર્ષના દિવસે આ ફૂલને તમારા ઘરની તિજોરીમાં લાલ કપડામાં પોટલી બાંધીને રાખી દો. આ ઉપાય કરવાથી ધનની અછત દૂર થાય છે અને નકામો પૈસાનો વ્યય થતો નથી. આ ઉપાય તમારી તિજોરીમાંથી પૈસા ક્યારેય ખૂટવા નહીં દે. અપરાજિતાના ફૂલોને આખા વર્ષ સુધી તિજોરીમાં સાચવી રાખો અને આ ઉપાય ફરીથી નવા વર્ષે આવતી દિવાળી દરમિયાન પાછો કરો. આ ઉપરાંત આ ફૂલને પર્સમાં રાખવાથી પર્સમાંથી પૈસા ક્યારે ખૂટતા નથી.
વધુ પડતા ખર્ચ ઉપર રોગ લગાવવા માટે કરો આ ઉપાય
ઘણા લોકોને એ વાતની મુશ્કેલી હોય છે કે ખૂબ પૈસા કમાયા પછી પણ તેમની પાસે પૈસા બચતા નથી હોતા અને ક્યાંક ને ક્યાંક વેડફાઈ જાય છે. તેનાથી છુટકારો મેળવવા માટે દિવાળીના દિવસો દરમિયાન અપરાજિતાના પાંચ ફૂલ લઈને લક્ષ્મી માતાને અર્પણ કરો. બીજા દિવસે વહેલી સવારે આ ફૂલોને નદીમાં ફેંકી દો. આ ઉપાય કરવાથી આર્થિક મુશ્કેલીઓમાંથી છુટકારો થશે અને વગર કામના પૈસા ખર્ચાશે નહીં.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App