Vastu Niyam: શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર વાસ્તુદોષ લાગવાથી આર્થિક રીતે નુકસાન થાય છે, અન્ય કોઈ વ્યક્તિની વાપરીલી આ વસ્તુઓનો (Vastu Niyam) ઉપયોગ ન કરશો. અન્ય કોઈની વાપરેલી વસ્તુઓ જેવી કે રૂમાલ, ઘડિયાળ, વીંટી, પેન અને કપડાં ન વાપરશો.
આપણે ઘણી વખત આપણા વડવાઓ પાસેથી સાંભળ્યું હશે કે કેટલીક વસ્તુઓનો ઉપયોગ ક્યારેય બીજાની વાપરેલી વસ્તુઓ દ્વારા ન થવો જોઈએ. વાસ્તુશાસ્ત્રમાં પણ આવું કરવાની ના પાડવામાં આવે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર અન્ય લોકોએ એક વખત ઉપયોગમાં લીધેલી અથવા વાપરેલી કેટલીક વસ્તુઓનો ઉપયોગ જો આપણે કરીએ તો નકારાત્મક ઊર્જા આપણામાં પ્રવેશે છે. આવી ઝીણી ઝીણી બાબતો તમારા મોટા નુકસાનનું કારણ બની શકે છે. આવો આજે જણાવીએ કે બીજાની કઈ કઈ વસ્તુઓનો ઉપયોગ ન કરવો જોઈએ.
રૂમાલ
આપણા હિન્દુ વાસ્તુશાસ્ત્ર અનુસાર અન્ય વ્યક્તિએ એક વખત ઉપયોગમાં લીધેલો રૂમાલ આપણે વાપરવાથી આપણા અને તેના સંબંધમાં તિરાડ આવી શકે છે. આવું કરવાથી આપણી વચ્ચે ઝઘડા વધી શકે છે. ક્યારે અન્ય વ્યક્તિએ વાપરેલો રૂમાલ આપણે ન રાખવો જોઈએ.
ઘડિયાળ
વાસ્તુશાસ્ત્રમાં ઘડિયાળને પોઝિટિવ તેમજ નેગેટિવ ઉર્જા બંને સાથે જોડવામાં આવે છે. આપણા કાંડા પર બીજા વ્યક્તિએ પહેરેલી ઘડિયાળ આપને પહેરીએ તો તેને ખૂબ અશુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે બીજા વ્યક્તિની ઘડિયાળ આપણે પહેરવાથી આપણો ખરાબ સમય શરૂ થઈ શકે છે.
વીંટી
અન્ય લોકોની વીંટી પહેરવી એ વાસ્તુશાસ્ત્રમાં અશુભ ગણવામાં આવે છે. આમ કરવાથી મનુષ્યના હેલ્થ લાઇફ અને ફાઇનાન્સિયલ રીતે ખરાબ અસર પડે છે.
પેન
વાસ્તુશાસ્ત્ર અનુસાર આપણે ક્યારેય બીજા વ્યક્તિએ વાપરેલી પેન આપણી પાસે ન રાખવી જોઈએ. આ વસ્તુને કરિયરની દ્રષ્ટિએ ખૂબ જ અશુભ માનવામાં આવી છે સાથે સાથે તમારું આર્થિક નુકસાન પણ થઈ શકે છે.
કપડા
હિન્દુ વાસ્તુશાસ્ત્ર અનુસાર આપણે કદી પણ બીજા લોકોના કપડાં ન પહેરવા જોઈએ. આમ કરવાથી આપણામાં નકારાત્મક ઊર્જા ઉદભવે છે અને જીવનમાં ઘણી બધી મુશ્કેલીઓ વધે છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App