ગૃહમંત્રી હર્ષ સંઘવી એ શા માટે દાહોદ પોલીસના ચોર પકડવાની કામગીરીના કર્યા વખાણ? જાણીને તમે પણ ચોંકી જશો

Dahod Thermal Drone News: ગુજરાતમાં ચોરીની ઘટના દીવસેને દિવસે વધી રહી છે. હવે ચોરો ચોરી કરવા માટે અવનવી રીતો અપનાવી રહ્યા છે. જો કે હવે ગુજરાત પોલીસ પણ આધુનિક બની છે. ચોરીના ગુનાને ઉકેલવા માટે હાઈટેક ટેક્નોલોજીનો ઉપયોગ કરતી થઈ છે. આવો જ એક ચોરીનો (Dahod Thermal Drone News) કિસ્સો દાહોદ જીલ્લામાંથી સામે આવ્યો છે. ચોરી કરનાર ચોરને પકડવા પોલીસે હાઇટેક ટેકનોલજીનો ઉપયોગ કરી ચોરીને પકડી પાડયો હતો.

દાહોદના ઝાલોદ નગરના લુહારવાડા વિસ્તારના સોમનાથ મહાદેવ મંદિરમાં અડધી રાત્રે ચોરો ચોરી કરવા માટે આવ્યા હતા. ચોરોએ મંદિરમાં ચોરી કરવા માટે તાળા તોડવા લાગ્યા હતા. જોકે તાળા તોડવાનો અવાજને લઈ આસપાસના લોકો જાગી ગયા હતા અને તરત જ પોલીસનો સંપર્ક કર્યો હતો. ઘટનાનો કોલ મળતા જ ડી.વાય.એસ.પી. પટેલ, પી.આઈ. રાઠવા, પી.એસ.આઈ. માળી, સે.પી.એસ.આઈ. સિસોદિયા સહિતનો પોલીસ સ્ટાફ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા.

ત્યાર બાદ પોલિસે હાઈટેક ટેકનોલોજીનો ઉપયોગ કરીને રાત્રીના સમયે થર્મલ ઈમેજ નાઈટ વિઝન ડ્રોનનો ઉપયોગ કરીને ચોરનો પીછો કર્યો હતો. ડ્રોનની મદદથી પોલીસને જણાવવામાં સફળતા મળી હતી કે ચોર કઈ દિશામાં ભાગી રહ્યો છે. જે જોયા બાદ પોલિસે ચોરને રંગે હાથ ઝડપી પાડયો હતો.

પોલીસની આ અનોખી કામગીરીને ગૃહરાજ્યમંત્રીએ વખાણી છે. હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા સાઈટ ‘X’ પર વીડિયો શેર કર્યો છે. આ સાથે જ તેમણે જણાવ્યું છે કે ‘દાહોદ SP, અને ટીમની વખાણવા જેવી કામગીરી’ આદિવાસી વિસ્તારમાં પોલીસે હાઈટેક ટેકનોલોજીનો ઉપયોગ કરીને રાત્રીના સમયે થર્મલ ઈમેજ નાઈટ વિઝન ડ્રોનનો ઉપયોગ કરીને આરોપીને પકડ્યા છે”.