બુટ-ચપ્પલના આ ઉપાયથી ચમકી જશે કિસ્મત; ઘરમાં આવશે સુખ-સમૃદ્ધિ

Footwear Astro Tips: શું તમે જાણો છો તમારા પગમાં રોજ પહેરવામાં આવતી ચપ્પલ પણ તમારા માટે શુભ કે અશુભ હોઈ શકે છે. જ્યોતિષના કહેવા પ્રમાણે ચપ્પલ (Footwear Astro Tips) સાથે જોડેલી કોઈ એવી વાતો કે જે આપણા જીવન પ્રભાવ પડી શકે છે. આપને જણાવીએ એવી જ કોઈ વાતો કે જે તમારા ચપ્પલ સાથે જોડાયેલી છે.

ક્યારેય પણ આપણે તૂટેલા ફાટેલા જૂતા ન પહેરવા જોઈએ તેનાથી દુર્ભાગ્ય વધે છે. ઘણીવાર પાસે પૈસા ન હોવાથી લોકો ફાટેલા શૂઝ અથવા ચપ્પલ પહેરીને જ બહાર નીકળી જાય છે. વાસ્તુ શાસ્ત્ર મુજબ ફાટેલા જૂતા ચપ્પલ પહેરીને બહાર જવાથી કેરિયરમાં મળી રહેલ સફળતા નિષ્ફ્ળતામાં ફેરવાય જાય છે. તમે અવારનવાર સાભળ્યું હશે કે ચપ્પલની ઉપર ચપ્પલ મુકેલી છે તે હટાવી દો. શું તમે જાણો છો કે આવું કેમ કહેવામાં આવે છે.એવું માનવામાં આવે છે કે ચંપ્પલ ઉપર ચંપ્પલ હોય તે વ્યક્તિને માર પડે છે તેવું માનવામાં આવે છે.

આ જગ્યાએ ના મુકો તમારા ફૂટવેર
ચપ્પલ અને જૂતાને ક્યારેય પણ ઘરના ઉંબરા પર કે ઘરના દરવાજા પાસે ઉભા કરીને ન મુકવા જોઈએ તેનાથી ઘરમાં નકારાત્મકતા પ્રવેશ કરે છે.એવુ પણ કહેવાય છે કે ક્યારેય પણ ઘરના દરવાજા પર ચપ્પલ ન ઉતારવી જોઈએ દરવાજા પર ચપ્પલ ઉતારવાથી ઘરમાં બરકત નથી રહેતી.

રસોડામાં ના પહેરો ચપ્પલ
ઘણા લોકો રસોડામાં બુટ અને ચપ્પલ પહેરીને કામ કરે છે અથવા ત્યાં રાખે છે. જો કે, આવું કરવું નુકસાનકારક માનવામાં આવે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર અગ્નિ અને અન્ન બંને પૂજનીય માનવામાં આવ્યા છે. આ કારણે આ જગ્યા પર ચપ્પલ રાખવું અશુભ માનવામાં આવે છે.

ચપ્પલનું ખોવાઈ જવું શુભ માનવામાં આવે છે
જૂતા ચપ્પલ ખોવાય જવા પણ શુભ શગુન માનવામાં આવે છે વડીલો કહે છે કે આવુ થવાથી અશુભ ગ્રહ શુભ થઈ જાય છે પણ વ્યક્તિ જ્યારે શનિની નજરમાં આવે છે તો તેના જૂતા ચપ્પલ ગુમ થવા માંડે છે કે પછી તૂટી જાય છે.ઘણીવાર તો લાંબી યાત્રા પણ કરવી પડે છે.શનિવારે જૂતા ચપ્પલનુ દાન કરવુ ખૂબ શુભ માનવામાં આવે છે ખાસ કરીને ચામડાના જૂતા ચપ્પલ દાન કરવા શુભ માનવામાં આવે છે.

અહીંયા ફૂટવેર રાખવાથી માં લક્ષ્મી નારાજ થાય છે
ઘરમાં રાખેલી તિજોરીની આસપાસ ક્યારેય જૂતા અને ચપ્પલ ન રાખવા જોઈએ. એવું માનવામાં આવે છે કે જ્યાં પૈસા રાખવામાં આવે છે, ત્યાં મા લક્ષ્મીનો વાસ હોય છે, તેથી જો તમે ત્યાં ચંપલ અને ચપ્પલ લઈ જાઓ તો મા લક્ષ્મી નારાજ થઈ શકે છે.