Accident LIVE Video: ઇન્દોર શહેરમાં એક પુરપાટ ઝડપે આવતી BMW કારે સ્કૂટર પર સવાર બે યુવતીઓને ટક્કર મારી હતી, જેના કારણે બંને મહિલાઓના મોત નીપજ્યા હતા. શનિવારે મોડી રાત્રે થયેલા આ અકસ્માત બાદ BMW ડ્રાઈવર વાહન સાથે સ્થળ પરથી (Accident LIVE Video) ફરાર થઈ ગયો હતો. ત્યારે પોલીસે કાર માલિક અને ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેમની શોધખોળ શરૂ કરી છે.
યુવતીઓ મેળો જોઈને પરત ફરી રહી હતી
આ અંગે ખજરાણા પોલીસ સ્ટેશનના પ્રભારી મનોજ સિંહ સેંધવે જણાવ્યું હતું કે લક્ષ્મી તોમર અને દીક્ષા જાદૌન પ્રખ્યાત ખજરાના ગણેશ મંદિર મેળામાં જઈને સ્કૂટર પર ઘરે પરત ફરી રહી હતી ત્યારે આ અકસ્માત થયો હતો. ત્યારે નજરે જોનારા લોકોએ જણાવ્યું કે,
એક BMW કારે સ્કૂટરને ટક્કર મારી હતી. ત્યારે આ અકસ્માતના કારણે સ્કૂટર પર સવાર બંને મહિલાઓ રોડ પર પડી ગઈ હતી અને ગંભીર રીતે ઘાયલ થઈ હતી. બંનેને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેઓનું મૃત્યુ થયું હતું.
પરિવારની કમાવનાર દીકરીનો કારચાલકે લીધો ભોગ
લક્ષ્મી તોમરના પરિવારના સભ્યોએ જણાવ્યું હતું કે તે તેના પરિવારની એકમાત્ર કમાણી કરનાર સભ્ય હતી કારણ કે ગયા વર્ષે તેના પિતાનું અવસાન થયું હતું. મૂળ શિવપુરીની રહેવાસી લક્ષ્મી ઈન્દોરમાં કામ કરીને પોતાના પરિવારનું ભરણપોષણ કરતી હતી. પોલીસે જણાવ્યું કે અકસ્માતમાં જીવ ગુમાવનાર દીક્ષા જાદૌન મૂળ ગ્વાલિયરની રહેવાસી હતી અને ઈન્દોરમાં જાહેર ક્ષેત્રની બેંકમાં કામ કરતી હતી.
#इंदौर : तेज रफ्तार बीएमडब्ल्यू कार ने स्कूटी सवार दो युवतियों को मारी जोरदार टक्कर
एक्सीडेंट का सीसीटीवी भी आया सामने
अस्पताल में इलाज के दौरान दोनों युवतीयों की हुई मौत
ड्राइवर गाड़ी को छोड़कर हुआ फरार, खजराना थाना पुलिस आरोपी की तलाश में जुटी #Indore #MadhyaPradesh pic.twitter.com/lhFaHzFV5n— DINESH SHARMA (@medineshsharma) September 15, 2024
પોલીસે આરોપીની ધરપકડ કરી હતી
પોલીસને મામલાની માહિતી મળતા જ આરોપીને પકડવા માટે એક ટીમ રવાના કરવામાં આવી હતી. આરોપી કાર ચાલક ગજેન્દ્ર પ્રતાપ સિંહની પોલીસે ધરપકડ કરી હતી. તેની સામે કલમ 105 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે અને તેને જેલમાં મોકલવામાં આવ્યો છે. પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે તેણે થોડા સમય પહેલા સેકન્ડ હેન્ડ કાર ખરીદી હતી અને તે ટાસ્ક યુએસ કંપનીમાં કામ કરે છે. આરોપી તેના મિત્રનો જન્મદિવસ ઉજવવા માટે કેક લઈને ઉતાવળમાં હતો.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App