મેળાની મજા માણીને આવતા પરિવારની બાઇકને ઇડર ખેડબ્રહ્મા હાઇવે પર ટ્રકે અડફેટે લેતા માતા-પુત્રનું મોત

Sabarkantha Accident: સાબરકાંઠા જિલ્લામાં ઇડરના ભિલોડા ત્રણ રસ્તા પર ગત રાત્રીના સમયે ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક પર સવાર પત્ની અને પુત્રનું મોત થયું હતું. જયારે પતિને ઈજા થતાં સારવાર માટે હોસ્પીટલમાં ખસેડવામાં (Sabarkantha Accident) આવ્યો હતો. ખેડબ્રહ્મા હાઇવે રોડ પર ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો છે. સાબરકાંઠાના મહારાણા પ્રતાપ સર્કલ નજીક ટ્રક ચાલકે બાઈકને અડફેટે લીધું હતું.

જાણો સમગ્ર ઘટના
જે બાદ બાઈક સવાર માતા-પુત્રનું મોત નિપજ્યું છે. જ્યારે બાઈક ચાલકને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. ટ્રક ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે. આ અકસ્માત સર્જી ટ્રક ચાલક ફરાર થઈ ગયો છે.

અકસ્માતને પગલે સ્ટેટ હાઈવે પર ટ્રાફિકજામ સર્જાયો હતો. ઈડર પોલીસ અને 108ની ટીમ ઘટના સ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરી છે. આ અંગે મળતી માહિતી પ્રમાણે, સાબરકાંઠાના મહારાણા પ્રતાપ સર્કલ નજીક ટ્રક ચાલકે બાઈકને અડફેટે લીધું છે. બાઇક પર દંપતી તેમના પુત્ર સાથે જઇ રહ્યા હતા.

બેફામ ટ્રક હંકારી બાઈકને ટક્કર મારી
આ અંગેની વિગત એવી છે કે, ઇડર તાલુકાના જાદરમાં મેળામાંથી પરત વડાલી આવતા સમયે ભિલોડા ત્રણ રસ્તા પાસે મંગળવારે રાત્રે ટ્રક ચાલકે બેફામ ટ્રક હંકારી બાઈકને ટક્કર મારતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક ચાલક ધીરજકુમાર સોલંકી તેમના પત્ની નેહલબેન અને પુત્ર મોક્ષને શરીરે ગંભીર ઈજાઓ થઇ હતી.