માંતેલા સાંઢની જેમ આવતી કારની ટક્કરથી યુવતી ઉછળીને ઓવરબ્રિજના પિલર પર ફસાઈ; જુઓ વાયરલ વિડીયો

Noida Accident Viral Video: નોઈડામાં આજે (21 સપ્ટેમ્બર) એક ભયાનક અકસ્માત થયો. સેક્ટર-25ના એલિવેટેડ બ્રિજ પર સ્કૂટર સવારી કરતી યુવતીને કારે (Noida Accident Viral Video) ટક્કર મારી હતી. શનિવારે નોઈડાના સેક્ટર 25માં એક વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. કોઈને કલ્પના પણ નહીં આવે તેવી ઘટના જોવા મળી હતી.

હકીકતમાં એક કારવાળાએ સ્કૂટીને ટક્કર મારતાં છોકરી હવામાં ફંગોળાઈ હતી અને ઓવરબ્રિજના પિલર પર ફસાઈ ગઈ હતી જે પછી ભારે બૂમાબૂમ થઈ હતી જોકે આખરે તેને બચાવી લેવાઈ હતી.

કલાકોની જહેમત બાદ બાળકીને નીચે લાવવામાં આવી હતી
યુવતી નોઈડા સેક્ટર-20 પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના સેક્ટર 25 નજીક સ્કૂટર પર કોઈ કામ માટે નીકળી હતી. સેક્ટર 62 તરફ જઈ રહેલી યુવતીને એલિવેટેડ બ્રિજ પર કારે ટક્કર મારી હતી. છોકરી હવામાં ઉછળીને એક થાંભલા પર પડી અને તેમાં ફસાઈ ગઈ. અકસ્માતને પગલે લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા. યુવતી લોકો પાસે મદદ માટે આજીજી કરતી રહી. માહિતી મળતાં જ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો આવી પહોંચી હતી અને કલાકોની જહેમત બાદ બાળકીને નીચે ઉતારી હતી.

પોલીસ કાર ચાલકને શોધી રહી છે
પોલીસના જણાવ્યા અનુસાર યુવતી સેક્ટર 62 તરફ જઈ રહી હતી. એલિવેટેડ રોડ પર સ્પીડમાં આવતી કારને જોઈને યુવતીએ સ્કૂટરની બ્રેક લગાવી અને ફ્લાયઓવર પરથી નીચે પડી અને ગેપના થાંભલામાં ફસાઈ ગઈ. બાળકી ઘાયલ થતાં તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. હાલ પોલીસ એલિવેટેડ રોડ પર લાગેલા કેમેરાના આધારે કાર ચાલકને શોધી રહી છે.

જેસીબીની મદદથી બાળકીને નીચે ઉતારવામાં આવી હતી
ટક્કર માર્યા બાદ કાર ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. યુવતી થાંભલામાં ફસાઈ જતાં લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. 2 છોકરાઓ પણ તેને બચાવવા આવ્યા હતા. પોલીસે તાત્કાલિક જેસીબીને સ્થળ પર બોલાવી હતી. સીડીનો ઉપયોગ કરીને છોકરીને બચાવી. બાળકીને ગંભીર ઈજા થઈ નથી.