Uttar pradesh News: વાંદરાઓને હનુમાનજીનું સ્વરૂપ માનવામાં આવે છે. આના કારણે જ વાંદરાઓના કારનામાઓને લોકો હનુમાનજી સાથે જોડી દે છે. કંઈક આવી જ ઘટના ઉત્તર પ્રદેશના બાગપત જિલ્લામાં સામે આવી છે. જ્યાં વાંદરાઓએ છ વર્ષની (Uttar pradesh News) બાળકી સાથે દુ-ષ્કર્મ થતા બચાવી લીધી છે. ઘટનાની જાણકારી મળ્યા બાદ લોકોએ કહ્યું કે હનુમાનજીએ અમારું ઘર બચાવી લીધું. સોશિયલ મીડિયા ઉપર પણ આ ઘટનાની ખૂબ ચર્ચા થઈ રહી છે. લોકો આ ઘટનાને હનુમાનજી નો ચમત્કાર કરી રહ્યા છે.
કંઈક આવો છે સમગ્ર ઘટનાક્રમ
પોલીસના જણાવ્યા મુજબ યુપીના બાગપત જિલ્લામાં દૌલા ગામ છે. ત્યાં 20 સપ્ટેમ્બરના રોજ છ વર્ષની દીકરી પોતાના ઘરની બહાર રમી રહી હતી. તે દરમિયાન બાજુના ગામમાં રહેતો એક યુવક ત્યાં આવ્યો અને બાળકીનો હાથ પકડીને તેને શેરીની અંદર રહેલા એક ધાર્મિક સ્થળ પાસે લઈ ગયો. ત્યારબાદ તેને તે એક વિરાન જગ્યાએ લઈ જવા લાગ્યો.
હનુમાનજીનું રૌદ્ર રૂપ જોઈ ભાગ્યો આરોપી
મીડિયા રિપોર્ટ અનુસાર આરોપી યુવક સુમસાન વિસ્તારમાં લઈ જઈ બાળકી સાથે દુષ્કર્મ કરવાનો જ હતો કે ત્યાં જ એક વાંદરાઓનું ટોળું પહોંચી ગયું. વાંદરાઓનો આક્રમક વ્યવહાર જોઈ તે નરાધમ ડરી ગયો અને બાળકીને ત્યાં જ છોડી સ્થળ ઉપરથી ભાગી નીકળ્યો. ત્યારબાદ છોકરી પોતાના ઘરે પહોંચી અને સમગ્ર ઘટનાની જાણકારી આપી.
સીસીટીવી ના આધારે ઓળખાઈ ગયો આરોપી
ઘટનાની જાણકારી મળ્યા બાદ પરિવારજનોએ સીસીટીવી ફૂટેજ તપાસી. તેનાથી છોકરી સાથે દૂર વ્યવહાર કરનાર એ નરાધમની ઓળખ થઈ ગઈ. પરિવારજનોએ આ ઘટનાની જાણકારી પોલીસને આપી. પોલીસે પોકસો એક્ટ અંતર્ગત કેસ નોંધી આરોપીની શોધખોળ શરૂ કરી દીધી છે.
પરિવારજનોએ જણાવ્યું હનુમાનજીનો ચમત્કાર
બાળકીના પરિવારજનોએ આ ઘટનાને હનુમાનજીનો સાક્ષાત ચમત્કાર જણાવ્યો છે. તેઓનું કહેવું છે કે જો હનુમાનજીના રૂપે વાંદરાઓ યોગ્ય સમયે પહોંચ્યા ન હોત તો તેમનો પરિવાર બીખરાઈ જાત. હનુમાનજીએ તેમના પરિવારની રક્ષા કરી છે.
સોશિયલ મીડિયા ઉપર જય હનુમાન જય બજરંગી
આ કેસની જાણકારી જેવી સોશિયલ મીડિયા ઉપર આવી તરત જ વાયરલ થઈ ગઈ. લોકોએ આ સમગ્ર ઘટનાને હનુમાનજીનો ચમત્કાર જણાવ્યો છે. લોકોએ જય બજરંગી લખીને આ વીડિયોને ખૂબ શેર કર્યો છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App