Cricket Shoes Price: ક્રિકેટની રમત સદીઓ જૂની છે અને સમયની સાથે આ રમતમાં સતત સુધારો થઈ રહ્યો છે. આજના બેટ પહેલાના કરતા ઘણા જુદા છે, બેટ્સમેન પાસે પોતાનો બચાવ કરવા માટે ઘણા બધા સાધનો છે. પરંતુ અગાઉ ક્રિકેટની રમત ઘણી ઓછી સુવિધાઓમાં (Cricket Shoes Price) રમાતી હતી. ખાસ કરીને જો આપણે બુટની વાત કરીએ તો, આજે બોલરોના બુટમાં મોટી સ્પાઇક્સ હોય છે, જેથી તેમના માટે રન-અપ લેવું અને ભાગવું સરળ બને છે. પરંતુ ક્રિકેટરો દ્વારા પહેરવામાં આવતા બુટની કિંમત કેટલી હોય છે તમે જાણો છો?? જો નથી જાણતા તો આવો જાણીએ.
ક્રિકેટના શૂઝની કિંમત કેટલી હોય છે?
SG એ ભારતના સૌથી પ્રખ્યાત સ્પોર્ટ્સ સામાન ઉત્પાદકોમાંનું એક છે. ભારતમાં રમાતી ટેસ્ટ મેચોમાં આ કંપનીના લેધર બોલનો મોટાભાગે ઉપયોગ થાય છે. બુટની વાત કરીએ તો, SGની સત્તાવાર વેબસાઇટ પર સ્પાઇક્સવાળા શૂઝની કિંમત રૂ. 2,000 થી રૂ. 3,000 વચ્ચે છે. જો કે બુટની ગુણવત્તા પર આધાર રાખીને, આ કિંમત વધુ વધી શકે છે. જ્યારે Adidas અને Puma જેવી કંપનીઓ 10-20 હજાર રૂપિયાની કિંમતની રેન્જમાં સ્પાઇક્સ સાથે ફીટ ક્રિકેટ શૂઝ વેચે છે.
વિરાટ કોહલીના શૂઝની કિંમત
વિરાટ કોહલી હાલમાં વિશ્વના શ્રેષ્ઠ, ધનિક અને લોકપ્રિય ખેલાડીઓમાંથી એક છે. તે પોતાનામાં એક બ્રાન્ડ બની ગયો છે અને તેની નેટવર્થ રૂ. 1000 કરોડને પાર કરી ગઈ છે. વિરાટ કોહલી વૈશ્વિક સ્પોર્ટ્સ કંપની પુમાનો બ્રાન્ડ એમ્બેસેડર છે અને તે જ કંપની તેના માટે શૂઝ બનાવે છે. ભારતીય સ્પોર્ટ્સ કંપની DSCના જણાવ્યા અનુસાર વિરાટના શૂઝની કિંમત 20-30 હજારની વચ્ચે છે.
એવું જરૂરી નથી કે ક્રિકેટરો સ્પાઇક્સ વગર બુટ સાથે રમી ન શકે. ફરક એ છે કે સ્પાઇક્સ લગાવવાથી, પછી ભલે તે બેટ્સમેન હોય કે બોલર, તેના બુટની પકડ સારી બને છે, જેનાથી તેને લપસ્યા વિના દોડવું સરળ બને છે. સામાન્ય શૂઝમાં પણ સ્પાઇક્સ ફીટ કરી શકાય છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App