ગુજરાત સહિત આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ; 90 કિમીની ઝડપે તોફાન મચાવશે ધમાલ

Gujarat Rainfall: ગુજરાતમાં વરસાદના લાંબા વિરામ બાદ તાપમાનનો પારો સતત વધી રહ્યો છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં આ પારો 35 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. હવામાં ભેજનું પ્રમાણ વધવાથી લોકો બફારાથી ત્રાહિમામ પોકારી રહ્યા છે. તો બીજી બાજુ બંગાળની ખાડીની સિસ્ટમના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ થઈ શકે છે. આ સિસ્ટમ ગુજરાત (Gujarat Rainfall) નજીક પહોંચતા ડિપ્રેશન સર્જાવાની સંભાવના છે. આમ બુધવારથી રાજ્યમાં વરસાદનું જોર વધી શકે છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થવાની આગાહી છે.તો બીજી તરફ સુરતમાં આજે ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો હતો.

બંગાળની ખાડીની સિસ્ટમ મજબૂત થવાથી ભારે વરસાદની શક્યતા
ગુજરાતમાં હાલ સર્જાયેલી સિસ્ટમના કારણે ત્રણ દિવસમાં લગભગ સમગ્ર રાજ્યમાં વરસાદ જોવા મળી શકે છે. મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની તીવ્રતા વધારે રહેવાની શક્યતા છે.

રાજસ્થાનમાં એક એન્ટી સાયક્લોન સક્રિય છે. આ બંગાળની ખાડીમાંથી આવનારી સિસ્ટમને આ એન્ટી સાયક્લોનનો પણ સામનો કરવો રહેશે. બંગાળની ખાડીની સિસ્ટમ મજબૂત હોવાથી એન્ટી સાયક્લોનનો સામનો કરી ગુજરાત સુધી પહોંચવાની શક્યતા છે. આગળ તે સિસ્ટમ ઉત્તર ગુજરાત કે કચ્છ સુધી પહોંચશે કે નહીં, તે હજુ કરી શકાય તેમ નથી.

આ જગ્યાએ વરસાદની આગાહી
હવામાન વિભાગના વેધર મેપ પ્રમાણે, 25મી તારીખે દક્ષિણ ગુજરાત સુરત, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામા તથા દમણ, દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે. આ સાથે અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીમા સૌરાષ્ટ્રના જિલ્લાઓ જેમ કે અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં અલગ-અલગ સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના અને ગાજવીજ સાથે વરસાદની આગાહી છે.

ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ તાપી નવસારી વલસાડ દમણ દાદરા નગર હવેલી સુરેન્દ્રનગર રાજકોટ જુનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ બોટાદ અને દીવમાં થન્ડર સ્ટોમ એક્ટિવિટી થશે.