ગુજરાતમાં આવેલા દશામા ના ચમત્કારિક મંદિરમાં દર્શન માત્રથી થાય છે પુત્ર પ્રાપ્તિ; છત્ર ચડાવવાની છે પરંપરા

Temple of Dashama: આપણો ભારત દેશ આસ્થા સાથે જોડાયેલો દેશ છે અહીંયા અનેક મંદિરો આવેલા છે. જે પોતાના ચમત્કારો માટે જાણીતા હોય છે. ત્યારે ઉત્તર ગુજરાતનું સૌથી મોટુ દશામાનું મંદિર બનાસકાંઠા જિલ્લાના ડીસામાં રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલું છે. આ મંદિર 30 વર્ષ જૂનું અને ચમત્કારિક મંદિર માનવામાં આવે છે. આ મંદિર સાથે અનેક લોકોની આસ્થા જોડાયેલી છે. આ મંદિરે (Temple of Dashama) ગુજરાત સહિત રાજસ્થાનથી પણ લોકો દર્શનાર્થે આવે છે.

ઉત્તર ગુજરાતનું 30 વર્ષ જૂનું એકમાત્ર દશામા મંદિર
બનાસકાંઠા જિલ્લામાં અનેક સ્થળો પર પૌરાણિક અને ચમત્કારિક મંદિરો આવેલા છે. જેની સાથે ઇતિહાસ પણ જોડાયેલો છે. ત્યારે ડીસામાં પણ વર્ષો જૂનું અને ચમત્કારિક મંદિર આવેલું છે. ડીસાના રેલવે સ્ટેશન વિસ્તારમાં દશામાનું મંદિર આવેલું છે. આ મંદિર સાથે અનેક લોકોની આસ્થા જોડાયેલી છે.વર્ષો પહેલાં રેલવે સ્ટેશન વિસ્તારમાં દશામાંની એક નાની ડેરી હતી.

દશામાં મંદિરની પ્રસિદ્ધિ
વર્ષો પહેલાં રેલવે સ્ટેશન વિસ્તારમાં રહેતા હંસાબેન જેન્તીજી વાઘેલાના ત્યાં દશામાંની એક નાની ડેરી હતી.હંસાબેન વાઘેલાની પૂજા અર્ચનાના કારણે દશામાના આશીર્વાદ હંસાબેનને મળ્યાં ત્યારથી આ મંદિરે અનેક ચમત્કાર થવા લાગ્યાં હતાં. જે બાદ આ મંદિર સાથે અનેક લોકોની આસ્થા જોડાઈ અને આ વિસ્તારમાં મોટું દશામાનું મંદિર નિર્માણ થવા પામ્યું હતું. ખાસ કરીને પુત્ર પ્રાપ્તિ થાય તો દશામાના મંદિરે છત્તર ચડાવવાની પરંપરા છે.

છત્તર અર્પણ કરવાની પરંપરા
ડીસા રેલ્વે સ્ટેશન વિસ્તારમાં આવેલા આ દશામાના મંદિર સાથે અનેક લોકોની આસ્થા જોડાયેલી છે. તેમજ જે મહિલાઓને સંતાન થતા ન હોય તો તે મહિલાઓ માતાજીની બાધા રાખતા હોય છેે. જે બાદ દશામાં તેમની મનોકામના પૂર્ણ કરે ત્યારબાદ મહિલાઓ પોતાના સંતાનને લઇ દશામાના મંદિરે આવે છે. ત્યારે આ મંદિરે છત્તર અર્પણ કરવાની પરંપરા આજે પણ અહીં ચાલી આવી છે.