બંગાળની ખાડીમાં ફરી બની વાવાઝોડા જેવી સિસ્ટમ! ગુજરાત સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આગાહી

Gujarat Cyclonic Storm: ચોમાસાની વિદાય લેવાની ઘડીઓ છે, પરંતુ જતા જતા પણ ચોમાસું ઉગ્ર સ્વરૂપમાં જોવા મળી રહ્યું છે. બંગાળની ખાડીમાં લો પ્રેશર સાયક્લોનિક સરક્યુલેશનની રચનાને કારણે હવામાનની સ્થિતિ કઠોર બની રહી છે. સપ્ટેમ્બર મહિનામાં સતત ચોથી વખત આટલી (Gujarat Cyclonic Storm) મજબૂત સાયક્લોનિક સિસ્ટમ બની રહી છે, જેથી ચોમાસું હવે ઓક્ટોબરના પ્રથમ સપ્તાહ પછી જ વિદાય લે તેવી સંભાવના છે.

7 રાજ્યોમાં અતિ ભારે વરસાદની સંભાવના
દેશભરમાં આવતા સપ્તાહ સુધી હવામાન આવું જ રહેશે. આજે પણ હવામાન વિભાગએ ચક્રવાતી તોફાન આગામી 12 કલાકમાં એકદમ સક્રિય થવાની સંભાવના વ્યક્ત કરી છે. આજે રાત સુધી 7 રાજ્યોમાં અતિ ભારે વરસાદની સંભાવના છે. 9 રાજ્યોમાં ભારે વરસાદ થઈ શકે છે. પહાડી રાજ્યોમાં પણ વરસાદનું એલર્ટ રહેશે.

મહારાષ્ટ્ર, ગુજરાત અને કોંકણમાં ભારે વરસાદ
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ચક્રવાતી પરિભ્રમણ બંગાળની ખાડીથી ઉત્તરી બાંગ્લાદેશ સુધી વિસ્તરી રહ્યું છે, જેના કારણે મહારાષ્ટ્ર, ગુજરાત અને કોંકણમાં ભારે વરસાદ થઈ રહ્યો છે. આ વરસાદની અસર સમગ્ર દેશમાં થઈ રહી છે. દિલ્હીમાં આજે સવારે જોરદાર પવન ફૂંકાયો હતો અને આકાશ ગાઢ કાળા વાદળોથી ઢંકાઈ ગયું હતું. જો કે ભારે વરસાદની કોઈ ચેતવણી નથી પરંતુ આજે ગાજવીજ સાથે હળવો વરસાદ પડી શકે છે.

નવરાત્રી સમયે છુટા છવાયા વરસાદની કરાઈ આગાહી
નવરાત્રિ સમયે ગુજરાતમાં વરસાદ રહેવાની શક્યતા છે. જોકે તે અંગે આગામી દિવસમાં જાહેરાત કરાશે. જોકે હાલ નવરાત્રી સમયે છુટા છવાયા વરસાદની આગાહી કરાઈ છે. હાલ રાજ્યમાં 2 દિવસ વરસાદની આગાહી કરાઈ છે. બે દિવસ ભારે વરસાદની આગાહી છે. હાલ બે સિસ્ટમ સક્રિય જેને લઈને વરસાદી માહોલ છે.