દરરોજ ડુંગળીનું સેવન આટલી માત્રામાં કરો અને ડોક્ટરથી મેળવો છુટકારો

Onion health Benefits: ડુંગળી મોટાભાગના લોકો ખાવાનું પસંદ કરે છે, જ્યારે અમુક લોકો ધાર્મિક કારણોસર ડુંગળીના નામથી જ દૂર ભાગે. કોઈપણ વાનગીમાં જો ડુંગળી (Onion health Benefits) નાખવામાં આવે તો તેનો સ્વાદ બમણો થઈ જાય છે. ડુંગળીનો સ્વાદ શાનદાર છે. જે લોકો ડુંગળી ખાય છે તેઓને આ કહેવાની જરૂરત નથી. આજે અમે તમને ડુંગળીથી થતા કેટલાક ચમત્કારી લાભ વિશે જણાવીશું.

ડુંગળી ફક્ત સારવાર જ નહીં પરંતુ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક છે. ડુંગળીના રસ ઉપરાંત તેને કાચી જ ખાવાથી ઘણા ફાયદાઓ થાય છે. સોડિયમ, ફોસ્ફેટ, પોટેશિયમ, વિટામીન એ, સી, ઈ, કેલ્શિયમ, ફોસ્ફરસ અને મેગ્નેશિયમ જેવા ખૂબ જ જરૂરી પોષક તત્વો ડુંગળીમાંથી મળી રહે છે. આ બધા તત્વો જ ડુંગળીને એક સુપર નેચરલ ફૂડ બનાવે છે. કાચી ડુંગળી ખાવાના ઘણા સ્વાસ્થ્ય લાભો છે. તેમાં વિટામિન સી, એન્ટિઓક્સિડન્ટ અને આયર્ન જેવા પોષક તત્વો ભરપૂર માત્રામાં મળી રહે છે. જે રોગોને શરીરમાંથી દૂર કરવા માટે ઉપયોગી છે. ડુંગળી શરીરમાં થતા ઇન્ફેક્શનથી પણ રક્ષણ આપે છે. કાચી ડુંગળી ખાવાથી ખીલ તેમજ ચામડીની સમસ્યાઓમાં મદદરૂપ બને છે. તેમાં સલ્ફર કમ્પાઉન્ડ જોવા મળે છે જે ખીલને સુકવવામાં મદદ કરે છે.

ખરતા વાળ
વાળ ખરવાની સમસ્યા માંથી મુક્તિ મેળવવા માટે ડુંગળી ખૂબ જ ફાયદાકારક છે. ખોપરીમાં ડુંગળીનો રસ લગાવવાથી વાળ ખરવાનું બંધ થાય છે. તેની સાથે જ માથામાં રહેલો ખોડો પણ દૂર થાય છે.

સ્વસ્થ હૃદય
કાચી ડુંગળી વધારે પડતા બ્લડ પ્રેશરને સામાન્ય રાખવામાં મદદ કરે છે. સાથે જ બંધ થઈ ગયેલી નસોને ખોલે છે. ડુંગળીમાં રહેલ ગંધક લોહીમાં કોલેસ્ટ્રોલના લેવલ અને ટ્રાયગ્લિસરાઈડને ઓછું રાખવામાં મદદ કરે છે. ડુંગળીમાં સલ્ફાઇડ અને એમિનો એસિડ હોય છે. જે ખરાબ કોલેસ્ટ્રોલ ને દૂર કરે છે.

પ્રફુલ્લિત મગજ
ડુંગળી આપણા શરીરના મહત્વપૂર્ણ અંગ એવા મગજને અનેક રીતે લાભદાયી છે. તેમાંથી મળતા ઘણા પ્રકારના મિનરલ મગજ સુધી પહોંચતા વાયરસને અટકાવે છે. સાથે જ ડુંગળી મગજની કોશિકાઓને સ્મૂથ બનાવે છે.

અનિંદ્રામાંથી રાહત આપે છે
ડુંગળી ખાવાથી ઊંઘ ખૂબ સારી આવે છે. ડુંગળીમાં રહેલા કુદરતી રસાયણ તત્વો ઊંઘ લાવવામાં મદદરૂપ કરે છે. અને તે ચિંતાને પણ ઓછી કરે છે. રોજ ડુંગળી ખાવાથી સારી ઊંઘ મળે છે.

એનિમિયા સામે રક્ષણ
ડુંગળી કાપતી વખતે સામાન્ય રીતે લોકોની આંખમાંથી આંસુ ફરી પડે છે. આવું ડુંગળીમાં હાજર રહેલા સલ્ફરને લીધે થાય છે. આ સલ્ફરમાં એક તેલ રહેલું હોય છે જે એનીમીયાને સારું કરવામાં મદદરૂપ થાય છે. આપણે રસોઈને શેકીએ છીએ ત્યારે ડુંગળીમાં રહેલું સલ્ફર બળી જાય છે તેથી જ કાચી ડુંગળી ખાવી જોઈએ.