અહીં આવેલા ગાય માતાના મંદિરમાં થાય છે ગાયની પૂજા; દર્શનથી નિઃસંતાન દંપતીના ઘરે બંધાય છે પારણું

Gaymata Mandir: સમગ્ર વિશ્વનીમાં માત્ર એક જ ગૌ માતાનું મંદિર બનાસકાંઠા જિલ્લાનાં કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ગામે આવેલું છે. આ મંદિર અતિ પ્રાચીન (Gaymata Mandir) અને ચમત્કારિક ગૌ માતાનું મંદિર છે. આ મંદિર સાથે અનેક લોકોની આસ્થા જોડાયેલી છે.

આવી છે લોકવાયકા
બનાસકાંઠા જિલ્લાના શિહોરી ગામે લોકવાયકા મુજબ વર્ષો પહેલાં જ્યારે શિહોરી ગામમાં લોઢા રબારી પરિવાર રહેતા હતા અને તેમાં એક રામબાઈ નામની મહિલા હતી. તેને એક વાદળી નામની ગાય હતી. તે ગાય આજુબાજુના ખેતરમાં ઘાસ ચરવા જતી. ત્યારે ગામ લોકો વાદળી ગાય માટે રામબાઈને ઠપકો આપતા હતા. ત્યારે એક દિવસ આ રામબાઈએ ગાયને મેણુ મારતા કહ્યું હતું કે, તને ધરતી માર્ગ પણ નથી આપતી. તેવા જ સમયે ગાય ત્યાંથી દોડીને એ ખેતર વચ્ચે ઉભી રહી.

આ રીતે ગાયમાતાએ લીધી સમાધિ
સતત ત્રણ દિવસ સુધી તે જગ્યા પર ઘાસ ખાવાનું અને પાણી પીવાનું પણ છોડી દીધું હતું. જાણી ગામના લોકો તે જગ્યાએ પર ભેગા થયા અને અચાનક ગાય બોલવા લાગી અને કહ્યું કે, આ જગ્યા પર મારે સમાધિ લેવી છે .જેથી કેવળપૂરી મહારાજને બોલાવો તે બાદ કેવળપૂરી મહારાજને બોલાવી અને કહ્યું કે, તમે મંત્રો જાપ કરવાનું ચાલુ કરો. મારે આ જગ્યા પર સમાધિ લેવી છે.અને પછી આ શક્તિ સ્વરૂપ ગાયને ધરતી માતા માર્ગ આપે છે અને ગૌમાતા પોતાના વાછરડા સાથે વિ.સં -1949 ના રોજ કારતક સુધ 11ને મંગળવાના રોજ ગૌમતાએ સમાધિ લે છે. તે જ સમયે ધરતીમાંથી દૂધ નીકળે છે અને તે દૂધને ગામના લોકો પ્રસાદ તરીકે સ્વીકારે છે.

શિહોરી ગામમાં વાદળી ગાય માતાના અનેક ચમત્કારો
શિહોરી ગામમાં વર્ષો પહેલા એક પી.એસ.આઇ હતા. તેમણે કોઈપણ સંતાન ન હતા. આ ઘટનાને ન માનતા હતા. ત્યારે ગૌમાતા તે પીએસઆઇને સપનામાં જઈને કહ્યું કે, તને બે દિકરા આપીશ બાદમાં પીએસઆઇને બે દિકરા આપ્યા હતા.બાદ તે જગ્યા પર ગૌ માતાનું એક મંદિર બનાવવામાં આવ્યું. મંદિરનું બાંધકામ ઈસવીસન 1952માં પૂર્ણ થયું અને તેવા સમયે ગૌમાતા કનૈયાલાલને સપનામાં જઈને કહેલ કે, તું ગોકુળ મથુરા જજે અને ડાબી બાજુ લાખુવાળી મૂર્તિ લાવીને સ્થાપના કરજે. બાદ આ ગામમાં ગાય માતાનું મંદિર છે.આ ગાય માતાજીએ અનેક પરચા આપ્યા હતાં.

અહીં લોકો મેળો ભરાય છે
દિવસે મોટો લોક મેળો ભરાય છે. આટલા લોકો આવે છે. આ ગામમાં દર આસો સુદ અગિયારસથી માડીને પૂનમ સુધી મેળો ભરાય છે અને આજુબાજુના ગામના લોકો બળદગાડા અને ઘોડા ગાડી લઈને આવી પહોંચતા હતા.અત્યારે પણ તેઓ જ લોકમેળો ભરાય છે અને આજુબાજુના ગામના લોકો જોવા આવે છે. તેમજ કોઈ આ ગૌમાતાના મંદિરે આવી માનતા રાખે છે.તેમની મનોકામના ગૌમાતા પૂર્ણ કરે છે. દૂર દૂરથી આ મંદિરે લોકો દર્શન કરી ધન્યતા અનુભવે છે.