ગરબા રમતાં સમયે આટલા મિનિટનો બ્રેક લેવો જરૂરી, નહીંતર…ખેલૈયાઓ ખાસ જાણો

Navratri Garba Tips: હાલમાં નવરાત્રિને લઈને યુવાનોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે આપણે સૌ રોજ બરોજ સામે આવી રહેલા હાર્ટ એટેકના કિસ્સાથી (Navratri Garba Tips) પણ માહિતગાર છીએ. હાલમાં નાની ઉંમરના યુવાનોમાં હાર્ટ એટેકનું જોખમ વધી રહ્યું છે. તો આ સમયે જો તમે પણ ગરબા રમતી વખતે કેટલીક કામની વાતો જાણી લેશો તો તમે હાર્ટ એટેકથી બચી શકશો.

ગરબાનો શોખ છે તો આ વાતનું ધ્યાન રાખો
જો તમે ગરબા રમવાના શોખીન છો તો તમે સ્વસ્થ હોવ તો પણ સતત ગરબા રમવા માટે તમે હેલ્થ ચેકઅપ કરાવો તે આજની લાઈફમાં જરૂરી બન્યું છે. આ એક સામાન્ય ચેકઅપ બની શકે છે. તેમાં તમે બ્લડપ્રેશર, શુગર, ડાયાબિટીસ મપાવી શકો છો. આ સાથે તમે સતત જંકફૂટ-પેકેટેડ ફૂડ ન ખાઓ તે પણ જરૂરી છે. આ સાથે નવરાત્રિના તહેવારમાં ઉજાગરા કરવાનું ટાળો તે જરૂરી છે.

અપૂરતી ઊંઘ પણ ધબકારા અને દબાણ વધારવા માટે જવાબદાર સાબિત થાય છે. આ સિવાય જો તમને કોઈ પણ બીમારી છે તો તમે ગરબા રમવાનું ટાળો તે યોગ્ય છે. આ સાથે જરા પણ થાક, બેચેની, ગભરામણ કે ચક્કર આવે તો તો તમે તરત જ આરામ કરો અને થોડું પાણી પીઓ. ગરબા દરમિયાન ચક્કર કે ગભરામણનો અનુભવ થાય તો કાર્ડિયાક એરેસ્ટ હોઈ શકે છે. આથી તરત જ ડોક્ટરનો સંપર્ક કરો.

ગરબા રમતી વખતે 10થી 15 મિનિટનો બ્રેક લેવો જોઈએ
ડોક્ટર્સનું કહેવું છે કે સતત બ્રેક લીધા વગર ગરબા રમવાથી શરીરના જે મહત્વના અવયવો છે જેમને અસર થઈ શકે છે. એક્સપર્ટ્સના જણાવ્યાં મુજબ જો 20-25 મિનિટ સુધી ગરબા રમીએ અને ત્યારબાદ થોડો એટલે કે 10થી 15 મિનિટનો બ્રેક લેવો જોઈએ. આ સાથે પૂરતી ઊંઘ પણ જરૂરી છે નહીં તો માથાનો દુખાવો થઈ શકે. આખી રાત ગરબા રમવાથી બીજા દિવસે શાળા કોલેજોમાં જતા વિદ્યાર્થીઓને તથા ઓફિસોમાં કામ કરતા લોકોને પણ સમસ્યા થવાની શક્યતા રહે છે.

નોંધનીય છે કે કોરોના વાયરસની મહામારી આવ્યા બાદ હાર્ટની સમસ્યાઓમાં વધારો થયો છે. સતત ગરબા રમવામાં આવે તો આવી સ્થિતિમાં ધબકારા વધવાની સમસ્યા પણ જોવા મળે છે.