ગુજરાતીઓ તૈયાર રહેજો! વાવાઝોડાં સાથે આવી રહી છે મેઘસવારી; અંબાલાલ પટેલે કરી વરસાદની આગાહી

Ambalal Patel Predicted Rain: રાજ્યમાં અત્યાર સુધીનો ચોમાસાની સિઝનનો સરેરાશ 137.62 ટકા નોંધાયો છે. હવે ચોમાસાએ અડધા ગુજરાતમાંથી વિદાય લઈ લીધી છે. તો દક્ષિણ ગુજરાતમાં છૂટાછવાયા વરસાદની આગાહી છે. ચોમાસાની વિદાય બાદ પણ પાછોતરો (Ambalal Patel Predicted Rain) વરસાદ થતો હોય છે. જેના કારણે ચોમાસુ પાકને નુકસાન થાય છે.

જોકે ચાલુ વર્ષે વિશિષ્ટ હવામાનની વિપરીત અસરના કારણે વારંવાર વાતાવરણમાં બદલાવ જોવા મળી રહ્યા છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલનું અનુમાન છે કે, ઓક્ટોબર મહિનામાં બે વાવાઝોડા સક્રિય થશે. જેના કારણે ગુજરાતના હવામાનમાં બદલાવ આવશે અને વરસાદની પણ શક્યતાઓ રહેશે.

7થી 12 ઓક્ટોબરના રોજ મોટો પલટો આવશે
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, 6 ઓક્ટોબરના રોજ હવામાનમાં પલટો આવશે અને દક્ષિણ ગુજરાતમાં હળવો વરસાદ થશે. તેમજ વડોદરાના ભાગમાં વરસાદની શક્યતા રહેશે. સૌરાષ્ટ્રના ભાગમાં વરસાદની શક્યતા રહેશે. 7થી 12 ઓક્ટોબરના રોજ મોટો પલટો આવશે અને ગુજરાતના કોઈ કોઈ ભાગમાં હળવો વરસાદ થશે.

વરસાદની આગાહી
ભારતીય હવામાન વિભાગે અનુમાન લગાવ્યું છે કે આ વખતે ઓક્ટોબરમાં છેલ્લા 50 વર્ષની સરેરાશ કરતા 115 ટકા વધુ વરસાદ થવાની આશા છે. જેના કારણે ઉનાળામાં વાવેલા પાકને નુકસાન થઈ શકે છે. કારણ કે તેમની લણણીનો સમય આવી રહ્યો છે. આ વરસાદથી પાકને નુકસાન થઈ શકે છે.

15 દિવસમાં ભારે વરસાદની અપેક્ષા
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સપ્ટેમ્બરમાં સરેરાશ કરતાં 11.6 ટકા વધુ વરસાદ થયો છે. જુલાઈમાં સરેરાશ કરતાં 9 ટકા વધુ અને ઓગસ્ટમાં સરેરાશ કરતાં 15.3 ટકા વધુ વરસાદ થયો છે. ઓક્ટોબરના પહેલા ભાગમાં એટલે કે પહેલા 15 દિવસમાં ભારે વરસાદની અપેક્ષા છે. જેના કારણે ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે.