Ujjain garba vulger dance: ઉજ્જૈનમાં એક ગરબા ઈવેન્ટમાં ડાન્સ કરતી એક મહિલાનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તે “અભી તો પાર્ટી શુરુ હુઈ હૈ” ગીત પર ડાન્સ (Ujjain garba vulger dance) કરી રહી હતી. હિંદુ જાગરણ મંચે આ વીડિયોને અશ્લીલ અને અભદ્ર ગણાવ્યો હતો. ત્યારે આ ઘટનાના પગલે આયોજકે માફી માંગવી પડી હતી.
‘અભી તો પાર્ટી શુરુ હુઈ હૈ…’
ઉજ્જૈનના એક ક્લબમાં ગરબા કાર્યક્રમ દરમિયાન ફિલ્મના ગીત ‘અભી તો પાર્ટી શુરુ હુઈ હૈ’ પર ડાન્સ કરતી એક મહિલાનો વીડિયો સામે આવ્યો હતો. હિન્દુ જાગરણ મંચે તેને અશ્લીલ અને અભદ્ર ગણાવીને વાંધો ઉઠાવ્યો હતો. જોકે, રવિવારે આયોજક ક્લબના મેનેજરે એક વીડિયો જાહેર કરીને માફી માંગી હતી.
આયોજકોએ માંગી માફી
શ્રી માધવ ક્લબના મેનેજર મહેશ પ્રસાદ તિવારીએ એક વીડિયો જારી કરીને માફી માંગી છે, જેમાં તેમણે કહ્યું છે કે, “હું સમગ્ર હિન્દુ સમુદાયની માફી માંગુ છું. અમારા કાર્યક્રમનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. હું સમગ્ર હિન્દુ સમાજ અને હિન્દુ સંગઠનોની માફી માંગુ છું.
एक गुजराती होने के नाते मुझे इस अश्लिलता से इश्यू है। हम गुजराती इसे गरबा नहीं कहते। नवरात्री भी नहीं मानते।
आपको अगर बिना कपड़ों के और निम्न कक्षा के गाने पर थिरकना है, तो बार में जाईए, घर पर बार डांसर्स को बुलाइए।
मां अम्बे का अपमान मत कीजिए। 🙏🏻
वैसे ये औरत कर क्या रही है? pic.twitter.com/X1EPb2qKcC
— Prapti (@i_m_prapti) October 7, 2024
અધિકારીઓએ ગરબા આયોજકને ચેતવણી આપી
આ વીડિયો શ્રી માધવ ક્લબનો હોવાનું કહેવાય છે, જે દર વર્ષે નવરાત્રિ દરમિયાન ગરબાનું આયોજન કરે છે. બે દિવસ પહેલા એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં એક છોકરી બોલીવુડના ગીત “અભી તો પાર્ટી શુરુ હુઈ હૈ” પર ડાન્સ કરી રહી હતી.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App