સુરતમાં સ્કૂલ બસ, રિક્ષા અને ખાનગી બસે વચ્ચે ગંભીર ટક્કર; જુઓ ચીસ નીકળી જાય તેવો ત્રિપલ અકસ્માતનો વિડીયો

Surat Triple Accident: રાજ્યમાં દિવસેને દિવસે અકસ્માતની ઘટનામાં વધારો થતો જોવા મળી રહ્યો છે. કોઈવાર તો અવહંચાલકો જાને કે પોતાની માલિકીનો રોડ હોય તેવી રીતે વાહન હંકારતા હોય છે જેના કારણે અકસ્માત સર્જાઈ છે અને તેનો ભોગ માસૂમે બનવું પડે છે.ત્યારે ખાનગી ટ્રાવેલ્સની બસે અકસ્માત (Surat Triple Accident) સર્જ્યો છે. જેમાં પૂર ઝડપે ચાલતી બસે રાહદારીને અડફેટે લેતા રાહદારીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે ત્યારે આ અકસ્માતના હચમચાવી દેતા દ્રશ્યો પણ સામે આવ્યા છે.

રાહદારીનું ઘટનાસ્થળ પર જ કમકમાટીભર્યું થયું મોત
સુરતના ગંગાધરા ચોકડી નજીક ત્રિપલ અકસ્માતની ઘટના બનતા ભારે અફરાતફરી સર્જાઈ છે. આ અંગે મળતી માહિતી મુજબ પુરપાટ ઝડપે આવતી ખાનગી ટ્રાવેલ્સની બસે સ્કૂલ બસ અને રીક્ષાને અડફેટે લીધી હતી.જેના કારણે રાહદારીનું ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત થયું હતું.

જો કે રાહતની વાત એ હતી કે સ્કૂલ બસમાં વિધાર્થીઓ ન હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી. તેમજ આ અકસ્માતના પગલે ઘટનાસ્થળ પર ભારે અફરાતફરી મચી ગઈ હતી. લોકોનું ટોળું એકત્ર થઇ ગયું હતું.

સમગ્ર ઘટનાના સીસીટીવી આવ્યા સામે
આ ઘટનાની જાણ પોલીસને થતા અકસ્માતને પગલે પલસાણા પોલીસે ઘટના સ્થળે પહોંચીને સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરી હતી. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ.આ ઘટનાના સામે આવેલા સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે રોડના કોર્નર પર એક વ્યક્તિ ઉભી છે અને ચાર રસ્તા પર સામેથી સ્કુલ બસ આવી રહી છે.

જે બાદ બીજી તરફથી ફૂલ સ્પીડમાં ટ્રાવેલ્સની બસ આવી અને પહેલા રીક્ષા અને રસ્તા પર ઉભેલી વ્યક્તિને અડફેટે લે છે અને પછી સ્કુલ બસને અડફેટે લે છે. આ પછી તરત જ રસ્તા પર લોકોની ભીડ ભેગી થઈ જાય છે.જો કે આ ઘટનામાં સ્કૂલબસ ખાલી હતી.