અમદાવાદમાં વધુ એક હિટ એન્ડ રન, બેફામ આવતા કારચાલકે રાહદારી યુવકને અડફેટે લેતા મોત

hit and run case Ahmedabad: અમદાવાદમાં વધુ એક હિટ એન્ડ રનની ઘટના બની છે. જીવરાજ બ્રિજ નજીક રસ્તે ચાલતા યુવકને એક પૂરઝડપે આવતા કારચાલકે અડફેટે લીધો હતો. આ અક્સમાતમાં ગંભીર ઇજાઓથી યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે. અકસ્માત સર્જીને (hit and run case Ahmedabad) કારચાલક ફરાર થયો હતો. સ્થાનિક પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

હિટ એન્ડ રનની ઘટના
અમદાવાદમાં વધુ એક હિટ એન્ડ રનની ઘટના બની છે. જીવરાજ બ્રિજ નજીક રસ્તે ચાલતા યુવકને એક પૂરઝડપે આવતા કારચાલકે અડફેટે લીધો હતો. આ અક્સમાતમાં ગંભીર ઇજાઓથી યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે. અકસ્માત સર્જીને કારચાલક ફરાર થયો હતો. સ્થાનિક પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

અકસ્માત સર્જી કારચાલક ફરાર
બીજી તરફ ગોઝારો અકસ્માત સર્જી કારચાલક ફરાર થયો હતો. આ ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ મોકલી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ તપાસ મુજબ, મૃતકની ઓળખ રાજેન્દ્ર પારગી તરીકે થઈ છે. પોલીસે ફરાર અજાણ્યા કારચાલકની સામે ગુનો નોંધીને તેની શોધખોળ આદરી છે.