ગુજરાતમાં 24 કલાકમાં વરસાદની ધામકેદાર બેટિંગ; દસાડા-વિસાવદરમાં 3-3 ઇંચ ખાબક્યો

Gujarat Monsoon 2024: ગુજરાતમાં નવરાત્રી પુરી થઈને દિવાળી આવવાની તૈયારીમાં છે છતાં પણ વરસાદ વિદાય લેવાનું નામ નથી લેતો. ત્યારે છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં વરસાદી (Gujarat Monsoon 2024) માહોલ છે અને ક્યાંક ક્યાંક સામાન્યથી ભારે વરસાદ પણ પડી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 131 તાલુકામાં વરસાદ નોંધાયો છે. અને આજના દિવસે પણ ગુજરાતમાં મોટા ભાગના વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે.

ગુજરાતમાં 24 કલાકમાં 131 તાલુકામાં વરસાદ
સ્ટેટ ઇમરજન્સી સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે રવિવારે સવારે 6 વાગ્યાથી લઈને સોમવારે સવારે 6 વાગ્યા સુધીમાં 24 કલકામાં ગુજરાતના 131 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ સુરેન્દ્રનગરના દસાડામાં ત્રણ ઈંચ, જૂનાગઢના વિસાવદરમાં ત્રણ ઈંચ અને ડાંગના આહવામાં પણ ત્રણ ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો.

15 તાલુકામાં 2થી 3 ઈંચ વચ્ચે વરસાદ
સ્ટેટ ઇમરજન્સી સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે રવિવારે સવારે 6 વાગ્યાથી લઈને સોમવારે સવારે 6 વાગ્યા સુધીમાં 24 કલકામાં ગુજરાતના 131 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં 15 તાલુકા એવા છે જેમાં 2થી 3 ઈંચ વચ્ચે વરસાદ નોંધાયો છે.

આ વિસ્તારમાં વરસાદની સંભાવના
હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે, આજે પંચમહાલ અને દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણમાં, દાદરા નગર હવેલી તથા સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં એટલે કે સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને દીવ ખાતે અમુક સ્થળોએ અને કચ્છ જિલ્લામાં અલગ-અલગ સ્થળો પર છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ/ ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે.

33 તાલુકામાં 1 ઈંચ કરતા વધારે વરસાદ
છેલ્લા 24 કલાકમાં 15 તાલુકામાં 2 ઈંચથી વધુ જ્યારે 33 તાલુકામાં 1 ઈંચ કરતા વધારે વરસાદ વરસ્યો છે. આજે હવામાન વિભાગની આગાહી પ્રમાણે, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, મહીસાગર, પંચમહાલ, દાહોદ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડમાં ભારે વરસાદની શક્યતા છે. મોરબી, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા, રાજકોટ, બોટાદ, પોરબંદર, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, આણંદ, ખેડા, અરવલ્લી, અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, મહેસાણા, બનાસકાંઠા, પાટણ, કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદ થઇ શકે છે.