એ..એ..એ…ચાલતાં જતાં માસી પર ધડામ દઇને ઉપરથી ટાંકી પડી; જુઓ વિડીયો

Water Tank Viral Video: સોશિયલ મીડિયા પર ઘણા વીડિયો વાયરલ થતા રહે છે. કેટલાક વીડિયો ફની છે તો કેટલાક ચોંકાવનારા છે. ત્યારે હાલમાં હ્રદયનો ધબકારો ચૂકવી દે તેવો વિડિયો સામે આવ્યો છે, જેમાં એક મહિલા સાથે થયેલ ‘અકસ્માત’ જોઈ શકાય છે. આ અકસ્માતમાં (Water Tank Viral Video) મહિલાને કોઈ ઈજા થઈ નથી પરંતુ વીડિયો જોયા બાદ હસવું રોકવું મુશ્કેલ છે.

વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે એક મહિલા સોસાયટીમાં આમતેમ ફરી આ દરમિયાન તે કંઈક ખાતી પણ હતી. ત્યારે અચાનક ઉપરથી એક મોટો ટાંકો તે મહિલા પર પાડ્યો હતો. આ ટાંકો મહિલા પર પડતા એક મોટી દુર્ઘટના જેવું લાગતું હતું પરંતુ બીજી જ ક્ષણે જે થયું તે જોઈ બધા ચોંકી ગયા અને પછી હસવું રોકવું મુશ્કેલ થઈ ગયું.

ચમત્કાર થયો
એક વ્યક્તિ મહિલાને બચાવવા દોડ્યો પરંતુ મહિલા પોતે જ ટાંકામાંથી બહાર ડોકિયું કરવા લાગી. તેણીને આશ્ચર્ય થયું કે શું થયું? પરંતુ આ દરમિયાન પણ તે કંઈક ખાઈ રહી હતી. આ ઘટનામાં મહિલાને કોઈ ગંભીર ઈજા થઈ ન હતી, પરંતુ આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેના પર મોટી સંખ્યામાં લોકો દ્વારા પ્રતિક્રિયાઓ આવી હતી.

લોકોએ આપી પ્રતિક્રિયા
એક સોશિયલ મીડિયા યુઝરે લખ્યું કે તે આ વિડીયો જોઈને હસીને લોટપોટ થઇ ગયો. એકે લખ્યું કે પાણીની ટાંકીમાં પડ્યા પછી પણ તે સફરજન ખાતી હતી, તે સૌથી મજાની વાત હતી. બીજાએ લખ્યું કે આવા પ્રસંગે હસવું ન જોઈએ પરંતુ આ વીડિયો જોયા પછી હસવું રોકી નહીં શકો.

એકે લખ્યું કે જો કોઈએ જાણીજોઈને ફેંક્યું હોય તો તે ઓલિમ્પિકમાં જવાને લાયક છે. એકે લખ્યું કે કાકા, પહેલા આન્ટીને ટાંકીમાંથી બહાર કાઢો, પછી તમે દલીલ કરતા રહો. એકે લખ્યું કે કાકાને પણ શેરી લડાઈનું બહાનું મળી ગયું.