આ યોજના હેઠળ ખેડૂતોને મદદ કરવા માટે સરકાર આપશે 15 લાખ રૂપિયા; જાણો અરજી કરવાની A to Z માહિતી

PM Kisan FPO Yojana: જો તમે પણ કિસાન યોજનાનો લાભ મેળવી રહ્યા છો તો હવે તમારા માટે વધારે મોટી ખુશખબરી છે. વાસ્તવમાં કેન્દ્ર સરકાર ખેડૂતો પર મહેરબાન છે. ખેડૂતોની આવક વધારવા અને તેમને દેવામાંથી મુક્તિ અપાવવા માટે સરકાર સતત પ્રયત્નશીલ છે. હવે સરકાર ખેડૂતોને (PM Kisan FPO Yojana) નવો કૃષિ બિઝનેસ શરુ કરવા માટે 15 લાખ રૂપિયા આપી રહી છે. આવો જાણીએ કે કઈ રીતે તમે આ યોજનાનો લાભ ઉઠાવી શકો છો.

ખેડૂતોને મળશે 15 લાખની સહાય
ખેડૂતોની આર્થિક મદદ માટે સરકારે ‘પીએમ કિસાન એફપીઓ’ (PM Kisan FPO Yojana) સ્કીમની શરૂઆત કરી છે. આ સ્કીમ હેઠળ ફાર્મર્સ પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશનને 15 લાખ રૂપિયા આપવામાં આવશે. સરકાર દ્વારા દેશભરના ખેડૂતોને નવો બિઝનેસ શરુ કરવા માટે આર્થિક સહાય પૂરી પાડવામાં આવશે.

આ સ્કીમનો લાભ મેળવવા માટે 11 ખેડૂતોએ મળીને એક ઓર્ગેનાઇઝેશન કે કંપની બનાવવાની રહેશે. તેનાથી ખેડૂતોને કૃષિથી સંબંધિત ઉપકરણ કે ફર્ટિલાઇઝર્સ, બીજ કે દવાઓ ખરીદવામાં પણ ઘણી સરળતા રહેશે.

આ રીતે કરો અરજી
– સૌ પ્રથમ રાષ્ટ્રીય કૃષિ બજારની અધિકૃત વેબસાઇટ પર જાઓ.
– હવે તમારી સામે હોમ પેજ ખુલશે.
– હવે હોમ પેજ પર FPOના વિકલ્પ પર ક્લિક કરો.
– હવે તમે ‘રજીસ્ટ્રેશન’ના વિકલ્પ પર ક્લિક કરો.
– તમારી સામે રજીસ્ટ્રેશન ફોર્મ ખુલશે.
– હવે ફોર્મમાં પૂછવામાં આવેલી માહિતી ભરો.
– ત્યારબાદ તમે પાસબુક અથવા કેન્સલ ચેક અને આઈડી પ્રૂફ સ્કેન કરીને અપલોડ કરો.
– હવે સબમિટ વિકલ્પ પર ક્લિક કરો.

આ રીતે લોગિન કરો
– જો તમારે લોગિન કરવું હોય, તો સૌથી પહેલા રાષ્ટ્રીય કૃષિ બજારની ઓફિશિયલ વેબસાઈટ પર જાઓ.
– હવે તમારી સામે હોમ પેજ ખુલશે.
– ત્યારબાદ FPOના વિકલ્પ પર ક્લિક કરો.
– હવે લોગિનના વિકલ્પ પર ક્લિક કરો.
– આ પછી તમારી સામે લોગ ઇન ફોર્મ ખુલશે.
– હવે તેમાં યુઝરનેમ, પાસવર્ડ અને કેપ્ચા કોડ નાખો.
– આ સાથે તમે લોગ ઇન કરશો.