New textile policy 2024: રાજ્ય સરકાર દ્વારા નવી ગુજરાત ટેક્સટાઇલ પોલિસી 2024 ની જાહેરાત કરવામાં આવી હતી. જાહેરાત મુજબ 2 હજાર થી 5 હજાર પે રોલ પ્રતિ વ્યક્તિ 5 વર્ષ સુધી આપવામાં આવશે, જ્યારે 7 ટકા સબસિડી 8 વર્ષ માટે આપવાની જાહેરાત રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી હતી.
તમને જણાવી દઈએ કે ગુજરાતમાં 10 મહિના બાદ એટલે કે આજે 15 ઓક્ટોબરના રોજ 12.39 વાગ્યે વિજય મુહૂર્તમાં ટેક્સટાઈલ પોલિસી જાહેર કરવામાં આવી હતી. જેમાં પહેલી વખત પોલિસીમાં 25 ટકા કેપિટલ સબસિડીની જોગવાઈ કરવામાં આવી છે. જો કે વ્યાજ પર સબસિડી જૂની પોલિસીમાં પાંચથી છ ટકા હતી જેને ઘટાડી બે ટકા કરાઇ છે. સુત્રોએ જણાવ્યું હતું કે પાવર સબસિડી યુનિટદીઠ એક રૂપિયો જોગવાઈ કરાઈ છે. ગુજરાતના 5592 ઔદ્યોગિક એકમો માટે 1107 કરોડ રૂપિયાની સહાય જાહેર કરવામાં આવી છે.
વર્ષોથી ગુજરાત કાપડના ઉત્પાદન અને વેપારનું કેન્દ્ર રહ્યું છે. જે ડેનિમ કેપિટલ તરીકે પ્રખ્યાત છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના જણાવ્યા મુજબ ઉદ્યોગ સાહસિકતા દિવસની ઉજવણીના ભાગ રૂપે ટેક્સટાઈલ પોલિસીનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે 2012માં જાહેર કરવામાં આવેલ ટેક્સટાઈલ પોલિસીમાં 35 હજાર કરોડનું રોકાણ કરવામાં આવ્યું હતું. જેના કારણે રાજ્યમાં કાપડ ઉદ્યોગને વેગ મળ્યો હતો. આ ઉપરાંત ગુજરાત ટેક્સટાઈલમાં દેશમાં 25 ટકા ફાળો આપે છે.
ત્યાર્ર ઉદ્યોગ સાહસિકતા દિવસની ઉજવણીના ભાગરૂપે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં GIDCના રૂ. 564 કરોડના ખર્ચે વિવિધ વિકાસ કામોના ઈ-લોકાર્પણ તથા ઈ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ વિવિધ વિકાસ કામો પૈકી રૂ. 418 કરોડના ખર્ચે ઈ-ખાતમુહૂર્ત તેમજ રૂ. 146 કરોડના ખર્ચે ઈ-લોકાર્પણના પ્રકલ્પોની ભેટ રાજ્યના ઉદ્યોગોને મળી હતી. આ સાથે જ વિવિધ ઉદ્યોગ પ્રોત્સાહક ઉપક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App