WhatsApp Banned: ભારતમાં WhatsApp મોટી સમસ્યામાં મુકાઈ શકે છે. મેટાની માલિકીના આ પ્લેટફોર્મે ભારતમાં ઘણી બધી આફતોનો સામનો કરવો પડી શકે છે. 2021માં આવેલી પ્રાઈવસી પોલિસીને કારણે આ આખો વિવાદ સર્જાયો ચે. 2021માં કંપનીએ વ્હોટ્સ એપ યુઝર્સનો (WhatsApp Banned) ડેટા પોતાની પેરેન્ટ કંપની મેટા સાથે શૅર કરવાની પરવાનગી આપી હતી. વ્હોટ્સ એપના આ નિર્ણય સામે રેગ્યુલિરીટીઝ દ્વારા સવાલ ઉભા કરવામાં આવ્યા હતા. તે સમયે ચર્ચા હતી કે વ્હોટ્સ એપ મેટા સાથે યુઝર્સનો ડેટા શૅર કરે, તે યુઝર્સની પ્રાઈવસીનો ભંગ છે. સાથે જ વ્હોટ્સ એપ ભારતમાં આઈટી કાયદાનું પણ પાલન નથી કરી રહ્યું.
WhatsApp વિરુદ્ધ ઘણા લાંબા સમયથી તપાસ
ભારતમાં WhatsApp વિરુદ્ધ ઘણા લાંબા સમયથી તપાસ ચાલી રહી છે. આ તપાસ પ્રતિસ્પર્ધા આયોગ દ્વારા થઈ રહી છે. તાજેતરમાં જ સામે આવેલા એક રિપોર્ટ મુજબ CCI પોતાની તપાસ બાદ આખા ઘટનાક્રમમાં ચુકાદો આપી શકે છે. પ્રાઈવસી પોલિસી મામલે વ્હોટ્સ એપ વિરુદ્ધ ટૂંક સમયમાં જ આદેશ જાહેર થવાનો છે. CCI એ પોતાના ચુકાદાનો મુસદ્દો પણ તૈયાર કરી લીધો છે.
આખો મામલો શું છે?
CCIના પહેલા ડિરેક્ટર જનરલ ઓફ ઈન્કવાયરીએ વ્હોટ્સ એપને લઈને કહ્યું હતું કે કંપની માર્કેટમાં પોતાની હાજરીનો ખોટો ફાયદો ઉઠાવી રહી છે. ડીજીના કહેવા પ્રમાણે મેટા ખોટી નીતિ અખત્યાર કરીને માર્કેટમાં પોતાની મોનોપોલી સેટ કરવા ઈચ્છી રહ્યું છે. ડીજીએ CCIને સોંપેલા રિપોર્ટમાં બીજી પણ અન્ય અગત્યની માહિતીનો ઉલ્લેખ કર્યો હતો.
WhatsAppનું શું કહેવું છે?
આ આખા કેસમાં WhatsAppના પક્ષની વાત કરીએ તો તેમનું કહેવું છે કે આખી ઘટનામાં હજી પણ CCI તપાસ કરી રહી છે. તપાસમાં જે પણ નિર્ણય આવશે, તેનું WhatsApp સન્માન કરશે. વ્હોટ્સ એપના પ્રવક્તાએ એવું પણ કહ્યું કે, હાલ કંપની આ મામલે વધુ કશું કહી શકે એમ નથી. દરેક વ્યક્તિએ ચુકાદાની રાહ જોવી જોઈએ.
શું WhatsApp બેન થઈ જશે?
ઘણા લોકોના મનમાં એ સવાલ થઈ રહ્યો છે કે શું ભારતમાં WhatsApp બેન થઈ જશે? તો તેનો જવાબ હાલમાં આપવો તો ઉતાવળું ગણાશે. WhatsAppને પોતાની પોલિસીઝને લઈને મોટો દંડ ચૂકવવો પડે તેવી શક્યતા છે, સાથે જ તેને પોલિસી બદલવાનો આદેશ પણ આપવામાં આવી શકે છે. પરંતુ તમે હજી પણ WhatsAppનો ઉપયોગ કરી શકો છો. હવે જોવાનું એ રહેશે કે CCI WhatsApp વિરુદ્ધ શું ચુકાદો આપે છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App