વાંસદા નજીક ઝાડ સાથે કાર અથડાતા કચ્ચણઘાણ નીકળી ગયો; એક યુવાનનું ઘટનાસ્થળે જ મોત

Navasari Accident: નવસારી જિલ્લાના વાંદરવેલા ગામ નજીક એક કંપાવી નાખતા અકસ્માતની ઘટા સામે આવી છે અહીંયા ગત મોડી રાત્રે ગંભીર અકસ્માત થયો હતો. જેમાં વાંસદા તરફ જતા કારચાલકે વાહન ઉપરથી કાબુ ગુમાવતા કાર ઝાડ સાથે અથડાઈ હતી. જેથી ચાલકનું મોત (Navasari Accident) થયું હતું.જેના પગલે થોડીવાર તો અફરાતફરી મચી ગઈ હતી તેમજ ઘટનાસ્થળ પર લોકોનું ટોળું એકત્ર થઇ ગયું હતું અને આ અંગે પોલીસને જાણ કરી હતી.

કારચાલકનું મોત
સરવાણી ગામનો રહેવાસી કાર ચાલક અમિત જીવણભાઈ પટેલે કાર પરથી કાબૂ ગુમાવતા કાર ધડાકાભેર અથડાઈ હતી. જે બાદ આ અકસ્માતમાં કારનું કચ્ચરઘાણ થઈ ગયું હતું.જે બાદ આસપાસથી લોકો દોડી આવ્યા હતા. તેમજ આ નાગે પોલીસને જાણ કરી હતી અને સ્થાનિકો દ્વારા ઘાયલ યુવાનને તાત્કાલિક સારવાર અર્થે સ્થાનિક હોસ્પિટલમાં ખસેડયો હતો. પરંતુ ફરજ પરના ડોક્ટરોએ મૃત ઘોષિત કર્યો હતો.

પોલીસે તપાસ હાથ ધરી
ઓવર સ્પીડિંગ તેમજ ટ્રાફિક અવરનેસ ન હોવાને કારણે જિલ્લામાં અકસ્માતની સંખ્યામાં વધારો થયો છે. જેમાં ખાસ કરીને યુવાનો ભોગ બની રહ્યા છે. નવસારી જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે પર ઉપર પણ મોટી સંખ્યામાં અકસ્માતોની સંખ્યા વધી છે. ગત રાત્રીના ઘટના મામલે પોલીસે અકસ્માત મોતની નોંધ કરીને તપાસ શરૂ કરી છે.

અગાઉ પણ વાંસદામાંથી અકસ્માતની ઘટના સામે આવી હતી
વાંસદા તાલુકાના અંકલાછથી કણધા જતા રોડ પર આવેલા બેડમાળ ગામના મૂળગામ ફળિયા પાસે અજાણ્યા બાઈક ચાલકે અડફેટે અન્ય બાઇકચાલક આધેડનું ગંભીર ઈજાને પગલે સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.