અહિયાં આવેલા મહામાયા મંદિરમાંથી પ્રસાદ થઈ જાય છે ગાયબ; માતા પૂરે છે સાક્ષાત પરચા

Mahamaya Temple Hardi: દરેક મંદિરની અલગ-અલગ માન્યતા હોય છે. એવું જે એક હરદી માતાનું મા મહામાયા મંદિર છે. છત્તીસગઢના જહાંગીર ચાંપા જિલ્લાના મુખ્યાલયથી 15-16 કિલોમીટર દૂર હરદી ગામ છે ત્યાં પહાડ પર મા મહામાયા દેવી મંદિરમાં બિરાજમાન છે. મંદિરમાં મા મહામાયા પિંડી (Mahamaya Temple Hardi) રૂપે વિરાજમાન છે.

અહી દરરોજ સવારે-સાંજે મહાઆરતી થાય છે, જેમાં દરરોજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે. મંદિરમાં આ પરંપરા વર્ષોથી ચાલતી આવે છે. દરે વર્ષે નવરાત્રીમાં દરવાજા ખોલ્યા પછી સિંહના પંજા કે માતાના પગલાં ભક્તોને જોવા મળે છે.

સંતાન પ્રાપ્તિ માટે મા આપે છે વરદાન
મળતી માહિતી પ્રમાણે અહીં મહામાયા મા તમામ ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે. તે એવી દેવી છે જે ખાસ કરીને નિઃસંતાન લોકોને સંતાન પ્રાપ્તિનું વરદાન આપે છે. આ મંદિરની ખ્યાતિ દૂર દૂર સુધી ફેલાયેલી છે. અહીં લીમડાના ઝાડ નીચે મહામાયા દેવી મા સ્થાપિત છે. અહીં સાંજે મહાઆરતી કરવામાં આવે છે, જેમાં દરરોજ મોટી સંખ્યામાં ભક્તો આવે છે. દર વર્ષે નવરાત્રી દરમિયાન સાતમની રાત્રે વિશેષ પૂજા કરવામાં આવે છે.

મંદિરમાં માં આવવાના નિશાન આપે છે
મંદિરના ગર્ભગૃહમાં માના પિંડી રૂપની સામે ચારણીથી લોટ પાથરવામાં આવે છે અને માને ભોગ રૂપે નિવેધ અર્પિત કરવામાં આવે છે, જેમાં પાનના પંચમેવાની સાથે 21-21 નંગ લવિંગ, ઈલાયચી, સોપારી રહે છે. અને થાળીમાં સજાવીને માને ભોગ લગાવવાં આવે છે. તેના પછી રાત્રે 12 વાગ્યાથી લઈને 01 વાગ્યા સુધી મંદિરના દરવાજાને બંધ કરવામાં આવે છે. અંદર કોઈ પણ નથી રહેતું. આ સાથે દરેક મંદિરના દરેક કેમેરા પર કપડું બાંધવામાં આવે છે અને ચારે બાજુ અંધારું કરવામાં આવે છે.

માતા આમ આપે છે પોતે આવવાનું પ્રમાણ
એક કલાક પછી જ્યારે ભક્તોના દર્શન માટે દરવાજા ખોલવામાં આવે છે, ત્યારે મા પોતે આવવાનો અનુભવ ભક્તોને કરાવે છે. જમીન પર વિખરાયેલા લોટ પર ક્યારેક માતાના પગલાંના નિશાન કે પછી ક્યારેક સિંહના પંજાના નિશાન ચોખ્ખા જોવા મળે છે અને જ્યારે મંદિરનો પટ ખૂલ્યા બાદ પાત્રમાં રાખેલા પ્રસાદની સામગ્રીની ગણતરી કરે છે, ત્યારે કોઈ એક ચીજ ગાયબ મળે છે. અહી એવી માન્યતા છે કે સાતમની રાત્રે મા મહામાયા દેવી સિંહ પર સવાર થઈને અહીં સાક્ષાત આવે છે અને પોતે આવવાનો ભક્તોને અનુભવ કરાવે છે.