સુરતમાં બ્લુ સીટી બસે આખા પરિવારને હડફેટે લેતા મોભીનું મોત: જુઓ એક્સીડેન્ટનો લાઈવ વિડીયો

શહેરમાં પીધેલા સાંઢની જેમ દોડતી સિટી બસે વધુ એક યુવાનનો ભોગ લીધો હતો. જન્મદિન હોવાથી પત્ની અને પુત્ર સાથે ફરવા નીકળેલા હિતેશ સોલંકી નામના યુવકને સિટીબસે કચડી મારતા અરેરાટી ફેલાઈ ગઈ હતી અને ટોળુ ભેગું થઇ જતા પોલીસે ઘટના સ્થળે પહોંચી લાશને પીએમ માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડી હતી.

પુત્ર અને પત્ની બચી ગયા

મૂળ ભાવનગર અને હાલ પાલનપુર જકાતનાકા ખાતે રહેતા અને ખાનગી બેંકમાં નોકરી કરતા હિતેશ સોલંકી(28) પોતાનો જન્મદિન હોવાને લીધે પરિવાર સહીત કતારગામમાં પોતાની ફોઈને ત્યાં આવ્યા હતા. ત્યાં કેક કાપી તેમણેજન્મ દિવસની ઉજવણી કરી પરત ફરતી વખતે કતારગામ દરવાજા પાસે બાઇક ઉભી રાખી હતી એટલામાં જ પાછળથી પુર ઝડપે આવી રહેલી બ્લુ સિટી બસ બાઇક પરથી પસાર થઈ ગઈ હતી .જેમાં હિતેશ્ભૈનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. સદનસીબે 4 વર્ષનો પુત્ર અને તેમના પત્ની કાજલબેન બચી ગયા હતા. અકસ્માતને પગલે લોકેનું ટોળું ભેગું થઈ ગયું હતું. પોલીસને જાણ કરવામાં આવતા કતારગામ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને લાશને પોસ્ટમાર્ટમ માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડી હતી. ઘટના બનતા જ હિતેશની પત્ની અને પુત્ર અવાક થઇ ગયા હતા.

સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ

કતારગામ દરવાજા ખાતે સાંજે બનેલી ઘટના નજીકની દુકાનના સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી.સીસીટીવીમાં પુરપાટ આવતી બસ હિતેશભાઈને કઈ ખબર પડે એ પહેલાં તેની બાઇક પરથી પસાર થઇ ગઈ હતી.ઘટના બનતા લોકો ભેગા જતા સિટી બસના ડ્રાઈવરને પકડી લીધો હતો.

જોકે ત્યારબાદ પોલીસે બસ ડ્રાઇવર સમાધાન ઉર્ફે વિજય પાટીલની કરી ધરપકડ કરી લીધી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *