ઉદ્યોગપતિ ગોવિંદભાઈ ધોળકિયાએ GPBO વેબિનારમાં જણાવ્યું વિષમ પરિસ્થિતિમાં બિઝનેસ કઈ રીતે ટકાવી રાખવો

સરદારધામ દ્વારા થતી અનેકવિધ પ્રવૃતિઓમાંથી એક પ્રવૃતિ એટલે ગ્લોબલ પાટીદાર બિઝનેસ ઓર્ગેનાઇઝેશન (GPBO). જેમાં રાજ્યનાં વિવિધ શહેરોમાંથી 14,000 થી વધુ બિઝનેસમેનો દ્વારા સંગઠન કાર્યરત છે.…

સરદારધામ દ્વારા થતી અનેકવિધ પ્રવૃતિઓમાંથી એક પ્રવૃતિ એટલે ગ્લોબલ પાટીદાર બિઝનેસ ઓર્ગેનાઇઝેશન (GPBO). જેમાં રાજ્યનાં વિવિધ શહેરોમાંથી 14,000 થી વધુ બિઝનેસમેનો દ્વારા સંગઠન કાર્યરત છે. જે અંતર્ગત સુરત ખાતે ટિમ GPBO ની બે વિંગ દ્વારા સપ્તાહીક મિટિંગો થાય છે, વર્તમાન સ્થિતીને ધ્યાનમાં લઈને ‘હાઉ ટુ સર્વાઇવ ઇન અનકન્ફર્ટ ઝોન’ અર્થાત “વિષમ પરિસ્થિતિમાં બિઝનેસને કંઈ રીતે ટકાવી રાખવો” આ વિષય પર વેબીનાર યોજાયો હતો. આ વેબિનારમાં સાંપ્રત પરિસ્થતિની તાતી જરૂરીયાત એવાં વિષય પર માર્ગદર્શન આપવામાં આવ્યું, જેનો લાભ સેંકડો થી વધારે યુવા ઉદ્યોગકારોએ લીધો હતો.

આખા વિશ્વમાં જ્યારે કોરોનારૂપી આફત આવી પડી છે. ત્યારે આફતને અવસરમાં કેવી રીતે બદલી શકાય તેનું સરળ અને સચોટ માર્ગદર્શન સુરતના ખ્યાતનામ એસ.આર.કે. ડાયમંડ અને શ્રી રામકૃષ્ણ ફાઉન્ડેશનના ચેરમેન એવમ સરદારધામ સંસ્થાના ભવનદાતાશ્રી ગોવિંદભાઈ ધોળકીયા એ આપ્યું હતું. આ એક એવું વ્યક્તિત્વ છે જેમનું જીવન જ એક યુનિવર્સિટી જેવું છે. તેમણે શુન્યમાંથી સર્જન કરી એકલે હાથે મોટું એમ્પાયર ઉભું કર્યુ છે. તેમની પાસે ભણતરનું નહીં પણ અનુભવનું ભાથું છે. જે યુવાનોને પીરસવા તે સદાય તત્પર હોય છે. તેમની વાણીમાં જે પોતીકાપણું છે તે દરેક યુવાનને સ્પર્શે એવું છે. તેમનાં ઉદ્યોગસાહસિકતાના પાઠ આજે પણ દેશ અને દુનિયાના યુવાનો માટે એક ઉદાહરણરૂપ છે. તેમની નિર્મળવાણી કાનમાં જ્યારે પ્રવેશે ત્યારે આચરણ, અનુસરણ અને વિચરણ માટે દરેક બિઝનેસમનનું મન તત્પર બને છે. તેમણે તેમની સૃષ્ટિ અને દ્રષ્ટિ બિઝનેસ પુરતી જ મર્યાદીત ન રાખતાં વિવિધ મેડીકલ, એજ્યુકેશન અને અનેક સામાજીક સંસ્થાઓની પણ સ્થાપના કરી છે. તેમજ અનેક સામાજીક સંસ્થાઓ સાથે કોઈ ને કોઈ રીતે સંકળાયેલા છે.

તેમણે યુવાનોને માર્ગદર્શન આપતાં જણાવ્યું કે કોરોનાકાળ દરમિયાન જે પરિસ્થતિનું નિર્માણ થયું છે. તે કપરાં સમયનો હિંમતથી સામનો કરો. પ્રોબ્લેમને પ્રગતિમાં ફેરવો. તમારાં કન્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળીને આગવું વિચારો અને સ્વીકારો, જીવનમાં ચાલશે, ભાવશે, ફાવશે, ગમશે ની નીતિ અપનાવો. તમારી સાથે સંકળાયેલા તમામ લોકો તરફ ઉદારતા રાખો. કારણ ઉદારતા એજ સફળતા અને સુખની ચાવી છે. પૈસા પાછળ ક્યારેય આંધળી દોડ ના મુકો. પૈસો સગવડતા આપશે પણ સુખ નહીં. હરહંમેશ તમારાં કાર્યને મહત્વ આપો. બાહ્ય દેખાવને નહીં.

તેમણે વધુમાં જણાવ્યું કે એમની કંપનીનું સુત્ર છે. ‘I M NOTHING, BT I CAN DO ANYTHING’ એ સુત્રને આપ પણ જીવનમાં અપનાવો અને સૌ પ્રત્યે આદરભાવ રાખો. ઉંચી બ્રાન્ડ પહેરીને ગર્વ ન અનુભવો પણ પોતાને એવી બ્રાન્ડ બનાવો કે તમે જે પહેરો એ બ્રાન્ડ બની જાય.

ગોવિંદભાઈ એ યુવાનોના વિવિધ પ્રશ્નોના સહજ રીતે સરળ જવાબ આપ્યા. પુસ્તકીયું જ્ઞાન તો આપણે ઓનલાઇન પણ મેળવી શકીએ છીએ. પણ સમગ્ર જીવનના નિચોડરૂપ અનુભવનું જ્ઞાન તો આવી ડાઉન ટુ અર્થ વ્યક્તિઓ જ આપી શકે છે. વેબીનારમાં પાટીદાર સીવાય અન્ય સમાજના લોકો પણ GPBO દ્વારા થતાં આ વિકાસયજ્ઞનાં સાક્ષી બનવા ઉપસ્થિત રહ્યાં હતાં. અંતમાં આ સફળ અને ઉપયોગી વેબીનાર બદલ ઓનલાઈન હાજર રહેલ સર્વ GPBO મેમ્બરોનો તેમજ શ્રી ગોવિંદભાઈ ધોળકીયાનો આભાર માનીને અભિનંદન પાઠવ્યા હતાં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *